- કોરોના વેક્સિના આપવા મેગા કેમ્પ યોજવામાં આવી રહ્યા છે
- મનપાના આરોગ્ય અધિકારી પંકજ રાઠોડે તેમની પત્નીને કોરોના વેક્સીન આપી હતી
- તબીબે જાતે જ કોરોના વાઇરસની રસીનો ડોઝ લેતા ચર્ચાનો વિષય બન્યો
રાજકોટઃ હાલ સમગ્ર દેશમાં કોરોનાની વેક્સિન મોટા પ્રમાણમાં લાભાર્થીઓને આપવામાં આવી રહી છે. જેને લઈને રાજકોટ શહેર અને જિલ્લામાં પણ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વેક્સિન આપવા માટે મેગા કેમ્પ યોજવામાં આવી રહ્યા છે. રાજકોટમાં એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે જાતે જ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. હાલ આ તબીબને વેક્સિનની કોઈ આડઅસર નથી. પરંતુ તબીબે જાતે જ કોરોના વાઇરસની રસીનો ડોઝ લેતા ચર્ચાનો વિષય બન્યો હતો. અગાઉ રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડોક્ટર પંકજ રાઠોડે પોતાની પત્નીને કોરોના વેક્સીન આપી હતી.
આ પણ વાંચોઃ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 449 લોકોએ રસી લીધી