રાજકોટઃ હેમંત ચૌહાણ દ્વારા શિવ સ્ટૂડીયો સંચાલકને માર મારવાની ધમકી આપવામાં આવી હતી. તે મામલે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
સુપ્રસિદ્ધ ભજનિક હેમંત ચૌહાણની અટકાયત, સ્ટૂડિયો સંચાલકને આપી હતી ધમકી - શિવ સ્ટુડીયો
ભજનથી સંગીતની દુનિયામાં પોતાનું આગવું સ્થાન ઊભું કરનાર હેમંત ચૌહાણની રાજકોટની એ ડિવિઝન પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી. ત્યારબાદ તેમને જામીન ઉપર મુક્ત પણ કરવામાં આવ્યા હતા.
હેમંત ચૌહાણ
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2015માં હેમંત ચૌહાણ દ્વારા શિવ સ્ટૂડિયોના સંચાલક ભાવિન ખખ્ખરને માર મારવાની ધમકી આપવામાં આવી હતી. તેમજ આ સમગ્ર મામલાનો ઓડિયો પણ વાઇરલ થયો હતો. જેને લઇને સ્ટૂડિયો સંચાલક દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી હતી.
અરજીના આધારે રાજકોટ પોલીસ દ્વારા હેમંત ચૌહાણ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. હેમંત ચૌહાણની અટકાયતના સમાચાર સાંભળીને તેમના ચાહકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.