- રાજકોટની મટન માર્કેટમાં મંદીનો માહોલ
- કોરોનાની સીધી અસર મટન માર્કેટ પર જોવા મળી
- કોરોનાના કારણે મટન માર્કેટમાં ગ્રાહકોની સંખ્યામાં ઘટાળો
રાજકોટ: દેશમાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાની મહામારીના કારણે ઘણું આર્થિક નુકશાન થયું છે. જ્યારે હજુ પણ મોટાભાગના ઉદ્યોગધંધા આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. એવામાં દેશમાં ઈદના તહેવારને માત્ર ગણતરીની જ કલાકો બાકી છે. ત્યારે સામાન્ય રીતે દેશમાં બકરી ઇદની અનોખી ઉજવણી કરવામાં આવતી હોય છે પરંતુ ચાલુ વર્ષે કોરોનાની મહામારી છે, ત્યારે રાજકોટની મટન માર્કેટમાં પણ મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે કોરોનાને લઈને ગતવર્ષે માર્કેટ બંધ હતી. આ વર્ષે મટન માર્કેટ શરૂ છે. છતાં પણ ગ્રાહકો ખૂબ જ ઓછા પ્રમાણમાં અહીં આવી રહ્યા છે.
કોરોના પહેલા 5 હજારથી વધુ ગ્રાહકો આવતા
કોરોનાના કારણે તમામ ધંધાઓને આર્થિક નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. એમ હવે મટન માર્કેટના વેપારીઓ પણ મુશ્કેલીમાં જોવા મળી રહ્યા છે. તેઓ એવી આશા લઈને બેઠા હતા કે, બકરી ઇદનો તહેવાર આવતા ગ્રાહકોમાં વધારો થશે. પરંતુ ઇદ આવવામાં હવે બસ ગણતરીના જ કલાકો બાકી છે. ત્યારે નતન માર્કેટમાં બકરો લેવા માટે માત્ર ગણતરીના જ માણસો આવી રહ્યા છે. જેને લઈને મટન માર્કેટના વેપારીઓની ચિંતા વધી છે. જ્યારે કોરોના સંક્રમણ ન હતું, ત્યારે દરરોજ 5થી 6 હજાર જેટલા ગ્રાહકો આવતા અને ઇદના દિવસે બજારમાં પગ મુકવાની પણ જગ્યા ન હોઇ પરંતુ ચાલુ વર્ષે ભારે નુકશાની દેખાઈ રહી છે.
આ પણ વાંચો:Vaccine Shortage: કાપડ માર્કેટ નજીક વેક્સિનના અભાવે 10 સેન્ટર બંધ, ટેક્સટાઈલ કર્મચારીઓ પરેશાન