ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં કોવિડ સારવાર અંગે બેડની ઓનલાઈન વિગત માટે સોશિયલ મીડિયામાં ઉઠી માગ - રાજકોટમાં કોવિડ સારવાર

રાજકોટમાં કોવિડના દર્દીઓ સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડ માટે વલખા મારી રહ્યા છે, ત્યારે રાજકોટમાં સોશિયલ મીડિયામાં શહેરીજનો દ્વારા શહેરમાં કોવિડ દર્દીઓની સારવાર માટે ઓનલાઈન બેડની માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરવામાં આવી રહી છે.

રાજકોટમાં કોવિડ સારવાર અંગે બેડની ઓનલાઈન વિગત માટે સોશિયલ મીડિયામાં ઉઠી માગ
રાજકોટમાં કોવિડ સારવાર અંગે બેડની ઓનલાઈન વિગત માટે સોશિયલ મીડિયામાં ઉઠી માગ

By

Published : May 3, 2021, 7:13 PM IST

  • રાજકોટમાં સોશિયલ મીડિયામાં ઉઠી માગ
  • કોરોના બેડની ઓનલાઈન માહિતી માટે માગ
  • વિવિધ હેશટેગ દ્વારા ઉઠી માગ
    ટ્વીટ

રાજકોટઃ રાજકોટમાં કોવિડના દર્દીઓ સિવિલ તેમજ ખાનગી હોસ્પિટલમાં બેડ માટે વલખા મારી રહ્યા છે, ત્યારે રાજકોટમાં સોશિયલ મીડિયામાં શહેરીજનો દ્વારા શહેરમાં કોવિડ દર્દીઓની સારવાર માટે ઓનલાઈન બેડની માહિતી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવાની માંગણી કરવામાં આવી રહી છે. જેના માટે અનેક લોકો દ્વારા ટ્વીટર મારફતે મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, મનપા કમિશ્નર, કલેક્ટર વગેરેને રજૂઆત કરવામાં આવી રહી છે. હાલ રાજકોટમાં સોશિયલ મીડિયા પર કોવિડ હોસ્પિટલમાં બેડ અંગેની માહિતી ઓનલાઈન કરવા અંગેની ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

આ પણ વાંચોઃ રાજકોટની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓની લાઈનમાં ઘટાડો

કોરોના સારવાર અંગે બેડની ઓનલાઈન વિગતની માગ

ટ્વીટ

રાજકોટના કેટલાક લોકો દ્વારા સોશિયલ મીડિયા પર #Rajkot Needs BedPortal હેશટેગનો ઉપયોગ કરીને પોસ્ટ કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટમાં કોવિડની સારવાર માટે કેટલા બેડ ખાલી છે કે કેટલા બેડ પર હાલ સારવાર શરૂ છે તે અંગેની માહિતી ઓનલાઈન જાહેર કરવાની માગ કરવામાં આવી રહી છે. જેને લઈને કોવિડની સારવાર લેવા માંગતા અને જરૂરિયાત મંદ દર્દીઓને તાત્કાલિક સમયસર સારવાર મળી શકે છે. તેમજ આ દર્દીઓના જીવ જતા પણ અટકી શકે છે, જ્યારે રાજ્યના અન્ય શહેરોમાં કોવિડ બેડ અંગેની ઓનલાઈન માહિતી આપવામાં આવી રહી છે. જેને લઈને રાજકોટમાં પણ સોશિયલ મીડિયામાં આ માગ ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details