ગુજરાત

gujarat

ETV Bharat / city

Arvind Kejriwal Rajkot Visit: કેજરીવાલ હવે બનશે રાજકોટના મહેમાન, કયા કાર્યક્રમમાં હાજરી આપશે, જૂઓ - રાજકોટમાં અરવિંદ કેજરીવાલનો રોડ શૉ

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 11 મેએ રાજકોટના પ્રવાસે (Arvind Kejriwal Rajkot Visit) આવશે. અહીં તેઓ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. તેમના શક્તિ પ્રદર્શન પર સૌ કોઈની (Arvind Kejriwal road show in Rajkot) નજર રહેશે.

Arvind Kejriwal Rajkot Visit: કેજરીવાલ આ વખતે બનશે રાજકોટના મહેમાન, કયા કાર્યક્રમમાં હાજરી આપશે, જૂઓ
Arvind Kejriwal Rajkot Visit: કેજરીવાલ આ વખતે બનશે રાજકોટના મહેમાન, કયા કાર્યક્રમમાં હાજરી આપશે, જૂઓ

By

Published : May 4, 2022, 9:40 AM IST

Updated : May 4, 2022, 10:04 AM IST

રાજકોટઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022) નજીક આવી રહી છે. ત્યારે તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી માટેની તૈયારી શરૂ કરી દીધી છે. તેવામાં હવે આ વખતે ભાજપને સીધી ટક્કર આપવા માટે આમ આદમી પાર્ટી (AAP) પણ મેદાને ઉતરી છે. તેવામાં હવે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ 11 મેએ રાજકોટના પ્રવાસે (Arvind Kejriwal Rajkot Visit) આવી રહ્યા છે.

રાજકોટમાં AAPનું શક્તિ પ્રદર્શન-રાજકોટમાં અરવિંદ કેજરીવાલરોડ શૉ (Arvind Kejriwal road show in Rajkot) અને જાહેર સભા યોજશે. આ માટે રાજકોટ આમ આદમી પાર્ટીએ જિલ્લા વહીવટી તંત્ર પાસે જાહેર સભાની મંજૂરી પણ માગી હતી. જોકે, રાજકોટમાં AAPના શક્તિ પ્રદર્શન પર સૌ કોઈની નજર રહેશે.

આ પણ વાંચો-પેપર લીક મામલે ભાજપ સરકારને વર્લ્ડ રેકોર્ડ આપવા કાલે ગિનિસ બૂકની મીટીંગ મળી: અરવિંદ કેજરીવાલ

રાજકોટ AAPએ શરૂ કરી તૈયારી - આ અંગેની મળતી વિગતો અનુસાર, રાજકોટ શહેર AAP પ્રમુખ શિવલાલ બારસિયાએ (Rajkot city AAP president Shivlal Barsia) જણાવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ આપ દ્વારા રોડ-શો (Arvind Kejriwal road show in Rajkot) અને જાહેરસભાની મંજૂરી કલેક્ટર પાસે માગી હતી ત્યારે જાહેર સભા શાસ્ત્રી મેદાનમાં યોજાશે. જોકે, આ કાર્યક્રમની મંજૂરી મળી ગઈ છે. ત્યારે રાજકોટ AAPએ અરવિંદ કેજરીવાલના સ્વાગતની તૈયારી શરૂ કરી દીધી છે.

આ પણ વાંચો-કેજરીવાલ અને ભગવંત માનની ગુજરાત યાત્રા થઇ પુર્ણ, 'મિશન ગુજરાત 2022'ની બ્લ્યુ પ્રિન્ટ કરી તૈયાર

કેજરીવાલ રાજકોટથી કરશે ચૂંટણી પ્રચારના શ્રીગણેશ - અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રમાં રાજકોટથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. તેમના રોડ શૉમાં મોટી સંખ્યામાં લોકો જોડાશે. શાસ્ત્રી મેદાનમાં યોજવામાં આવેલી જાહેર સભામાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડશે તેવું જણાઈ આવે છે. ત્યારે હાલ તો અરવિંદ કેજરીવાલની રાજકોટની મુલાકાતને (Arvind Kejriwal Rajkot Visit) લઈને સમગ્ર પંથકની અંદર રાજકીય ચર્ચાઓએ ભારે જોર પકડ્યું છે.

Last Updated : May 4, 2022, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details