ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટની YES બેંકમાં ગ્રાહકોના ગાદલાં ગોદડાં સાથે ધરણાં - YES Bank in Rajkot

રાજકોટની YES બેંકમાં ગ્રાહકોએ ગાદલાં ગોદડાં સાથે ધરણાં કર્યા હતા.ખાતાધારકોની માંગ છે કે બેન્ક દ્વારા તેમને નાણાં પરત આપવાની લેખીતમાં ખાત્રી આપવામાં આવે.

રાજકોટની YES બેંક
રાજકોટની YES બેંક

By

Published : Jan 7, 2021, 10:07 AM IST

  • રાજકોટની YES બેંકમાં ગ્રાહકોના ગાદલાં ગોદડાં સાથે ધરણાં
  • ખાતાધારકો બેન્કના અધિકારીઓને રજુઆત કરી
  • નાણાં પરત આપવાની લેખીતમાં ખાત્રી
    YES બેન્ક દ્વારા રૂપિયા પરત આપવાની લેખિત માંગ


    રાજકોટઃ જિલ્લા પંચાયત ખાતે આવેલ YES બેંકમાં રાત્રીના સમયે એટલે બેન્ક બંધ થઈ ગયા બાદ પણ ગ્રાહકો દ્વારા બેંકની અંદર ગાદલા અને ગોદડાં સાથે પહોચ્યાં હતા અને ધરણાં શરૂ કર્યા હતા.પેનલ્ટીનાં નામે બેન્ક દ્વારા ખાતામાંથી રૂ. 1.62 લાખ કાપી લેવાયા હોવાના કારણે ખાતાધારકો બેન્કના અધિકારીઓને રજુઆત કરી હતી. તેમજ બેંકના ધક્કા ખાઈને થાક્યા અને અંતે ગાદલા ગોદડા લઇને બેન્કમાં જ પહોંચી ગયા હતા.
    રાજકોટની YES બેંકમાં ગ્રાહકોના ગાદલાં ગોદડાં સાથે ધરણાં


    બેન્ક પેનલ્ટીનાં નામે રૂ.1.62 લાખ કાપી લીધાનો આક્ષેપ

    મહાવીર એન્ડ કંપનીનાં ખાતાધારકો કશ્યપભાઈ ભટ્ટ અને વિકાસભાઈ દોશી પાસે YES બેંક દ્વારા ગત તારીખ 31 પહેલા સી.એ સર્ટિફિકેટની માંગ કરાઈ હતી. જેને લઈને કંપની દ્વારા 26 તારીખે જ સર્ટિફિકેટ જમા કરાવાયું હતું. તેમ છતાં બેંકે ખોટી રીતે મહાવીર એન્ડ કંપનીને રૂપિયા 1.62 લાખની પેનલ્ટી ફટકારી હોવાનો ગ્રાહકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જેની ખાતાધારકો દ્વારા વરામવ5બેંકના અધિકારીઓને રજુઆત કરાઈ હતી છતાં બેન્ક દ્વારા આ અંગે યોગ્ય જવાબ ન આવતા ધરણાં યોજવામાં આવ્યા હતા.

    YES બેન્ક દ્વારા રૂપિયા પરત આપવાની લેખિત માંગ

    બેંકના ખાતાધારકો આ સમગ્ર મામલે YES બેંકના અધિકારીઓને રજુઆત કરીને થાક્યા હતા અનેક વખત રજુઆત કરી છતાં પણ બેન્ક દ્વારા આ અંગે કોઈ પણ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નહોતો. જેને લઈને ખાતાધારકો પણ ગાદલાં અને ગોદડાં સાથે બેક ખાતે આવી પહોચ્યા હતા અને બેંકની અંદર જ ધરણાં યોજ્યા હતાં. ખાતાધારકોની માંગ છે કે, બેન્ક દ્વારા તેમને નાણાં પરત આપવાની લેખીતમાં ખાત્રી આપવામાં આવે. જો કે બેંકના અધિકારીઓ દ્વારા તેમને સમજવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.



ABOUT THE AUTHOR

...view details