રાજકોટ- જિલ્લાના પડધરી તાલુકાના મોવિયા ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલા PGVCLના 3 ઇજનેર પર ભાજપના નેતા સહિત 40 લોકોએ જીવલેણ હુમલો (Attack on PGVCL engineers in Movia)કર્યો હતો. જેમાં એક ઇજનેરને કાનમાં બહેરાશ આવી ગઈ હતી અને આંખમાં ગંભીર ઇજા પહોંચી છે. આ અંગે પડધરી પોલીસમાં (Padadhri Police) ઇજનેર ભાર્ગવ નંદાલ પુરોહિતે ભાજપના નેતા (Crime registered against BJP leader)ધીરુભાઈ તળપદા, ચિરાગ તળપદા, ભારતીબેન તળપદા, જીજ્ઞાબેન તળપદા અને રમેશ તળપદા સામે ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો (Rajkot Crime News) નોંધાવ્યો છે.
ફરિયાદમાં શું છે?-ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 11 મેના રોજ વહેલી સવારે ઉપરી અધિકારીની સુચના મુજબ પડધરી ખાતે કોર્પોરેટ વીજ ચેકિંગ ડ્રાઇવમાં લાઇન મેન સતીષભાઇ ગોવિંદભાઇ સોંદરવા અને ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ જગદીશભાઇ નાનજીભાઇ વઘેરા સાથે ગયા હતા. પડધરી તાલુકાના મોવિયા ગામ ગયા ત્યારે મેપાભાઇ તળપદાના ઘરે વીજ ચેકિંગમાં હતા, ત્યારે ધીરૂભાઇ મેપાભાઇ તળપદા અને તેમના પત્ની મારતીબેન અમારી પાસે આવ્યા હતા અને અમને ગાળો આપવા લાગ્યા હતા. અને વીજ ચેકિંગ કરવા દીધું નહોતું. તેમજ ફરજમાં રૂકાવટ કરી મને ધક્કા મારી બહાર કાઢ્યા હતા. આથી અમોને માર મારશે તેવો ડર લાગતા અમે તેના ઘરમાંથી બહાર નીકળી ગયા હતા.
આ પણ વાંચોઃ Decrease In Power Generation : અપૂરતી વીજળી મુદ્દે નારાજ ખેડૂતોનો PGVCL કચેરીએ હલ્લાબોલ
ગાળાગાળી બાદ મારામારી કરી- વધુમાં તેમણેે જણાવ્યું હતું કે અમે બહાર ઉભા હતા ત્યારે ધીરૂ તળપદા, ચિરાગ તળપદા, ભારતીબેન ધીરૂ તળપદા, જીજ્ઞાબેન ચેતનભાઈ તળપદા અને રમેશ તળપદા ગેરકાયદેસર મંડળી રચી અમારી પાસે આવ્યા હતા. બાદમાં ફરી આ તમામ આરોપીઓએ ગાળાગાળી કરી અહીંયા તમારાથી કેમ વીજ ચેકિંગ કરવા અવાય? તેમ કહી અમને વીજ ચેકિંગ કરતા અટકાવ્યા હતા. બાદમાં અમારી સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતા.
આ પણ વાંચોઃ Negligence of Rajkot PGVCL: ફ્લેટધારકને PGVCLએ રૂપિયા 10.41 લાખનું બિલ ફટકાર્યું
આવી થઇ ઇજા-આરોપીઓએ આડેધડ હાથાપાઇ કરી માથાના ભાગે, ડાબી આંખે અને ડાબા કાને માર મારતા મારી ડાબી આંખ લાલ થઇ ગઈ હતી. તેમજ અમારી સાથેના નાયબ ઇજનેર કિર્તીભાઇને આરોપી ભારતીબેન અને જીજ્ઞાબેને લાકડીથી માર માર્યો હતો. તેમજ ભારતીબેને જુનિયર ઇજનેર અંકુરભાઈને ડાબા પગે નળાના ભાગે લાકડીથી માર મારતા મૂઢ ઈજા થઈ છે. આ સમયે ગામના લોકો ભેગા થવા લાગતા એમને અહીં રહેવું હિતાવહ ન લાગતા અમે નીકળી ગયા હતા. બાદમાં સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
કઇ કલમો લાગી -પડધરી પોલીસ ઇજનેર ભાર્ગવ પુરોહિતની ફરિયાદ પરથી આ તમામ આરોપી સામે કલમ 332, 86, 353 341, 504, 143, 147, 148, 549 તથા જીપી એક્ટ 20 મ 135 મુજબ ફરજમાં રૂકાવટ અને રાયોટિંગનો ગુનો (Crime registered against BJP leader) નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ ગેરકાયદેસર મંડળી રચી, અપશબ્દો બોલી આરોપી ધીરુ તળપદા અને ચિરાગ તળપદાએ ફરિયાદીને આડેધડ માર માર્યો હતો. આથી ફરિયાદીને માથામાં, મોઢાના ભાગે, ડાબી આંખે, ડાબા કાને ગંભીર ઇજા પહોંચી છે.