ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે - કોરોના સમાચાર

કોરોનાના વધતા કેસને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવશે. જેની જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડૉ. મેહુલ રૂપાણીએ કરી હતી.

gujarat news
gujarat news

By

Published : Apr 15, 2021, 1:13 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ શરૂ કરાશે
  • કન્વેન્શન બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે
  • યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડૉ. મેહુલ રૂપાણીએ જાહેર કર્યું

રાજકોટ: કોરોનાના કપરા કાળમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પહેલા કોવિડ કેર સેન્ટર ઉભું કર્યુ હતું અને હવે પ્રાણવાયુ માટે મુશ્કેલીમાં મૂકાયેલા શહેરીજનોએ સહાયતા માટે કોવિડ હોસ્પિટલ શરુ કરવાનું જાહેર કરીને યોગ્ય સમયે ઉચિત નિર્ણય કર્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ડૉ. મેહુલ રૂપાણીએ જાહેર કર્યું છે કે, રાજ્ય સરકાર, રાજકોટ જિલ્લા કલેક્ટર, તંત્ર અને યુનિવર્સિટીના કુલપતિ નિતીન પેથાણી અને ઉપકુલપતિ વિજય દેશાણીના સહયોગથી કન્વેન્શન બિલ્ડીંગમાં 400 ઓક્સિજન બેડવાળી કોવિડ હોસ્પિટલ ઉભી કરાશે.

આ પણ વાંચો :કેન્દ્રીય કમિટી દ્વારા સુરતની કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટી અંગે તપાસ હાથ ધરાઈ

પ્રથમ ફેઈઝમાં 200 અને બીજા ફેઈઝમાં 200 બેડની સુવિધા શરુ કરાશે

જેમાં પ્રથમ ફેઈઝમાં 200 અને બીજા ફેઈઝમાં 200 બેડની સુવિધા શરુ થશે. જે માટે MD- MBBS સહીતનો સ્ટાફ વહીવટી તંત્ર દ્વારા પૂરો પાડવામાં આવશે. જ્યારે પેરામેડીકલ તબીબોમાં BHMS- BAMSના 200 ડૉક્ટર તથા 200 નર્સનો સ્ટાફ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો દ્વારા પૂરો પાડવામાં આવશે. ગુરુવારથી ઓક્સિજન લાઈન નાખવાનું કામ શરુ થઇ જશે અને થોડા દિવસોમાં જ શહેરીજનો માટે ઓક્સિજન બેડની સુવિધા ઉભી થઇ જશે.

આ પણ વાંચો :મહીસાગર કોરોના અપડેટ : આઠ દિવસમાં 176 કેસ નોંધાતા 50 બેડની કોવિડ હોસ્પિટલ તૈયાર કરાઇ

હોસ્પિટલ શરૂ કરવાની વાતથી તંત્રને થોડી રાહત મળશે

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ એટલી વણસી છે. જેને લઈને હાલ ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં દર્દીઓને બેડ મળવામાં પણ મુશ્કેલી ઉભી થઇ છે. એવામાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 400 ઓક્સિજન બેડ સાથેની હોસ્પિટલ શરૂ કરવાની વાતથી તંત્રને થોડી રાહત મળશે.

ABOUT THE AUTHOR

...view details