ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શરૂ કરાયું 40 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર - બેડ

સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 40 બેડની સુવિધાવાળું કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. આ શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ચા-નાસ્તો, ફળ-ફળાદિ, આયુર્વેદિક ઉકાળા, જરૂરિયાત મુજબ જ્યુસ તથા બપોર અને રાત્રિનું ડાયટિશિયન અને ન્યુટ્રિશિયનના જણાવ્યા મુજબનું આરોગ્યપ્રદ પૌષ્ટિક ભોજન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે.

મ્યુઝિક થેરાપી અને મંત્રોચ્ચાર વડે દર્દીની આસપાસ હકારાત્મક વાતાવરણ
મ્યુઝિક થેરાપી અને મંત્રોચ્ચાર વડે દર્દીની આસપાસ હકારાત્મક વાતાવરણ

By

Published : Apr 12, 2021, 8:16 PM IST

  • સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર કર્યુ શરૂ
  • મ્યુઝિક થેરાપી અને મંત્રોચ્ચાર વડે દર્દીની આસપાસ હકારાત્મક વાતાવરણ
  • આરોગ્યપ્રદ પૌષ્ટિક ભોજન વિનામૂલ્યે ઉપલબ્ધ

રાજકોટ: મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના સામાજીક અને શૈક્ષણિક સંસ્થાઓને કોરોનાની મહામારી વિરૂદ્ધના અભિયાનમાં સહયોગ આપવાના આહવાનમાંથી પ્રેરણા લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ ખાતે કોરોના મહામારીથી જન-જનને બચાવવા માટે તાજેતરમાં 40 બેડની સુવિધા ધરાવતા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે. ‘‘હારશે કોરોના - જીતશે ગુજરાત’’ના મંત્રને ચરિતાર્થ કરવામાં યોગદાન આપવાનું બીડું ઝડપ્યું છે.

આરોગ્યપ્રદ પૌષ્ટિક ભોજન વિનામૂલ્યે ઉપલબ્ધ

આ પણ વાંચો:મોરબીના યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા કોવિડ કેર સેન્ટર શરૂ

ઝડપથી સારવાર મળી રહે તેવા હેતુથી 110 બેડની કરી નવી વ્યવસ્થા

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કોવિડ કેર સેન્ટરમાં હાલમાં 40 બેડની સુવિધા છે તેમજ નજીકના ભવિષ્યમાં મહતમ લોકોને ઝડપથી સારવાર મળી રહે તેવા હેતુથી 110 બેડની નવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. અહીં સારવાર આપવા માટે અનુભવી ડોક્ટરો, આસિસટન્ટ ડોક્ટરો, નર્સીંગ સ્ટાફ સહિત હાઉસ કિપીંગ સ્ટાફની સુવિધા પણ ઉપલબ્ધ છે. અહીં આવતા દર્દીઓ ઘર પરિવારથી દુર હોય ત્યારે તેઓ એકલતા ન અનુભવે તે માટે મ્યુઝિક થેરાપી અને મંત્રોચ્ચાર વડે દર્દીની આસપાસ હકારાત્મક વાતાવરણ ઉભું કરવામાં આવશે.

કોવિડ કેર સેન્ટર માટે 63551 92607 નંબરની હેલ્પલાઈન સેવા શરુ

યુનિવર્સિટીના કુલપતિ એન.એમ.પેથાણીએ જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શરૂ કરાયેલા કોવિડ કેર સેન્ટર માટે 63551 92607 નંબરની હેલ્પલાઈન સેવા શરૂ કરવામાં આવી છે. જેનાથી લોકોને સુવિધા મેળવવામાં આસાની રહેશે. તમામ દર્દીઓની સારવારમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવન દ્વારા માનસિક સધિયારો પણ પુરો પાડવામાં આવી રહ્યો છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર કર્યુ શરૂ

આ પણ વાંચો:પાટણ રમતગમત સંકુલમાં 100 બેડ સાથે કોવિડ કેર સેન્ટર કાર્યરત કરાયુ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં અંદાજિત 20 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં કોવિડ-19 સામે લડવા માટે ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં રહેલા દર્દીઓને સવારે 8 વાગ્યાથી શરૂ કરીને રાત્રિના 8 વાગ્યા દરમિયાન ચા-નાસ્તો, ફળ-ફળાદિ, આયુર્વેદિક ઉકાળા, જરૂરિયાત મુજબ જ્યુસ તથા બપોર અને રાત્રિનું ડાયટિશિયન અને ન્યુટ્રિશિયનના જણાવ્યા મુજબનું આરોગ્યપ્રદ પૌષ્ટિક ભોજન વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કોવિડ કેર સેન્ટરમાં અંદાજિત 20 જેટલા લોકો સારવાર લઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details