ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે 6 સ્થળોએ હાથ ધરાશે મતગણતરી - ગ્રામ પંચાયત ઇલેક્શન

રાજકોટ મહાનગરપાલિકાનું મતદાન ગઈકાલે રવિવારે શાંતિપૂર્ણ રીતે પૂરું થયું હતું. ત્યારે હવે આવતીકાલે મંગળવારે મનપાના 18 વોર્ડની 72 બેઠકો માટે મતગણતરી થશે. જે રાજકોટના અલગ-અલગ સ્થળોએ યોજાશે. જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વખતે રાજકોટમાં કુલ 50.75 ટકા જેટલું મતદાન મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયું હતું.

રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે 6 સ્થળોએ થશે મતગણતરી
રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી માટે 6 સ્થળોએ થશે મતગણતરી

By

Published : Feb 22, 2021, 5:45 PM IST

  • રાજકોટમાં કુલ 50.75 ટકા જેટલું મતદાન
  • 900થી વધુનો સ્ટાફ કામગીરીમાં લાગશે
  • આવતીકાલે મંગળવારે મનપાના 18 વોર્ડની 72 બેઠકો માટે મતગણતરી

રાજકોટઃ મહાનગરપાલિકાનું મતદાન ગઈકાલે રવિવારે શાંતિપૂર્ણ રીતે પૂરું થયું હતું. ત્યારે હવે આવતીકાલે મંગળવારે મનપાના 18 વોર્ડની 72 બેઠકો માટે મતગણતરી થશે. જે રાજકોટના અલગ-અલગ સ્થળોએ યોજાશે. જેના માટે ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ વખતે રાજકોટમાં કુલ 50.75 ટકા જેટલું મતદાન મહાનગરપાલિકાની ચૂંટણીમાં થયું હતું. ત્યારે આવતીકાલે 293 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે. ઉલ્લેખનીય છે કે, આ વખતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સહિતના પક્ષોના કુલ 293 ઉમેદવારો મેદાનમાં જોવા મળશે.

6 સ્થળોએ યોજવામાં આવશે મતગણતરી

રાજકોટ મહાનગરપાલિકાના 18 વર્ષની 72 બેઠકો માટે 293 ઉમેદવારો મેદાનમાં હતા. ત્યારે આવતીકાલે મંગળવારે તેમના ભાવિનો ફેંસલો થશે. કુલ છ જગ્યાએ મતગણતરી હાથ ધરવામાં આવશે. જેમાં વોર્ડ નંબર 1 થી 3 વીરબાઈ મહિલા કોલેજ, વોર્ડ નંબર 4 થી 6 એ.એસ.ચૌધરી હાઇસ્કૂલ, વોર્ડ નંબર 7થી 9 એસ.વી.વિરાણી હાઇસ્કુલ, વોર્ડ નંબર 10થી 12 ABPTI, હેમુ ગઢવી હોલ પાસે, વોર્ડ નંબર 13થી 15 પી.ડી.માલવીયા કોલેજ, વોર્ડ નંબર 16થી 18 રણછોડદાસજી કોમ્યુનિટી હોલ ખાતે મતગણતરી યોજવામાં આવશે.

11થી 14 રાઉન્ડમાં 982નો ચૂંટણી સ્ટાફ

આવતીકાલે મનપાની તમામ 72 બેઠકનું બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે. જેમાં વોર્ડ નંબર 1થી 3માં 12 રાઉન્ડ માટે 184નો સ્ટાફ મતગણતરી કરશે. વોર્ડ નંબર 4થી 6માં 12 રાઉન્ડમાં 140નો સ્ટાફ મતગણતરી કરશે. વોર્ડ નંબર 7થી 9 માં 12 રાઉન્ડમાં 174નો સ્ટાફ મતગણતરી કરશે. વોર્ડ નંબર 10થી 12માં 12 રાઉન્ડમાં 170નો સ્ટાફ મતગણતરી કરશે. વોર્ડ નંબર 13 થી 15 માં 11 રાઉન્ડમાં 152 નો સ્ટાફ મતગણતરી કરશે. વોર્ડ નંબર 16 થી 18 માં 14 રાઉન્ડમાં 162નો સ્ટાફ મતગણતરી કરશે.

ABOUT THE AUTHOR

...view details