ગુજરાત

gujarat

ETV Bharat / city

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન 1 વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, ત્યારે રવિવારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલી રહેલી પરીક્ષામાં એક વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

saurashtra-university
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન 1 વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

By

Published : Aug 9, 2020, 4:58 PM IST

રાજકોટઃ શહેરમાં રવિવારે બપોર સુધીમાં કોરોનાના કુલ 40 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા આપી રહેલી એક વિદ્યાર્થિનીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ અંગે યુનિવર્સિટીએ અગાઉ પરીક્ષા સમયે કરેલી જાહેરાત મુજબ વિદ્યાર્થિનીને સ્વાસ્થ્ય અંગે કોરાના કવચ માટે રૂપિયા 1 લાખની સહાય મળશે. વિદ્યાર્થિનીને મળતી તમામ સહાય આપવા NSUIના જિલ્લા પ્રમુખે યુનિવર્સિટીના કુલપતિને રજૂઆત કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા દરમિયાન 1 વિદ્યાર્થીનીનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, તેમજ મૃત્યુની સંખ્યા પણ દિવસેને દિવસે વધતી રહી છે. શહેરમાં આજે રવિવારે વધુ 11 દર્દીના કોરોનાથી મોત થયા છે.

ABOUT THE AUTHOR

...view details