રાજકોટઃરાજકોટમાં કોરોના પોઝિટિવકેસની સંખ્યા એક આંકમાં આવતી હતી. જે હવે વધી છે અને બે આંકમાં પોઝિટિવ કેસ આવી રહ્યા છે. જ્યારે રાજકોટમાં કોરોનાના કેસ વધતા હવે મહાનગરપાલિકા તંત્ર પણ એલર્ટ (Municipal Corporation Alert on increasing cases Corona Rajkot) થયું છે અને જો આગામી કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેને પહોંચી વળવા માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.
Corona Case In Rajkot : રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસનું 24 કલાકમાં કોન્ટેક્ટસ ટ્રેસિંગ થઈ જશે: મનપા કમિશનર પોઝિટિવ કેસનું 24 કલાકમાં જ કોન્ટેક્ટ ટ્રેસિંગ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ સર્વેલન્સ અને આરોગ્યની ટીમમાં વધારો (Rajkot Municipal Corporation has increased health team) કરવામાં આવ્યો છે. જ્યારે આ અંગે રાજકોટ મનપા કમિશ્નર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરમાં જો કોઈ કોરોનાનો પોઝિટિવ કેસ આવે તો આ કેસનું 24 કલાકની અંદર કોન્ટેક્ટ ટ્રેસિંગ થઈ જાય તે પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી છે.
રાજકોટમાં કોન્ટેક્ટસ ટ્રેસિંગ ટિમ અને સર્વેલન્સની ટીમમાં વધારો કરવામાં આવશે
આ સાથે જ અલગ અલગ જે આરોગ્યની ટિમ છે તેમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમ જેમ કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થશે તેમ રાજકોટમાં કોન્ટેક્ટસ ટ્રેસિંગ ટિમ અને સર્વેલન્સની ટીમમાં વધારો કરવામાં આવશે.
OPDના કેસોનું મોનિટરિંગ કરવાનું શરૂ
હાલ રાજકોટ સહિતના વિસ્તારોમાં શરદી- ઉધરસ- તાવના કેસમાં વાતાવરણના કારણે કેસમાં વધારો થયો છે. ત્યારે રાજકોટ મનપા દ્વારા હવે ગર્વમેન્ટ OPDમાં આવતા વિવિધ કેસોનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. જ્યારે જે પણ વિસ્તારમાં શરદી તાવના કેસ વધુ પ્રમાણમાં આવશે તેની તરત મનપાને જાણ થશે.
ત્રીજી લહેરને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા તૈયાર
આ સાથે જ ખાનગી હોસ્પિટલોન ડોક્ટર સાથે પણ મનપાની ટિમ સંકલનમાં છે અહીં પણ શરદી તાવ ઉધરસના કેસ સામે આવશે તો તાત્કાલિક રિપોર્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. આમ આગામી ત્રીજી લહેરને રોકવા માટે રાજકોટ મહાનગરપાલિકા તૈયાર છે.
50 જેટલા ધન્વંતરિ રથ શરૂ કરવામાં આવશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિવિધ વિસ્તારમાં કોરોનાનનું વેક્સિનેસન તાત્કાલિક થાય તે માટે ધન્વંતરિ રથ પણ શરૂ કરવામાં આવ્યા છે. જે ધન્વંતરિ રથમાં આગામી બે દિવસમાં વધારો કરવામાં આવશે. 50 જેટલા રથ ફરી શરૂ કરવામાં આવનાર છે. જ્યારે મનપાના પાસે વિવિધ વિભાગોમાં કર્મચારીઓનો સ્ટાફ પણ પૂરતા પ્રમાણમાં છે. જેમાં પણ જરૂર પડશે તો આ સ્ટાફમાં પણ વધારો કરવાની મનપાની તૈયારી છે.
આ પણ વાંચો:Mosquito epidemic in Rajkot: રાજકોટમાં એક અઠવાડિયામાં શરદી-તાવ- ઉધરસ, તાવના કેસોમાં વધારો
આ પણ વાંચો:રાજકોટ મેયરનો આદેશ, વેક્સિનનાં બંને ડોઝ ન લેનારા કર્મચારીઓને પગાર નહીં મળે