- રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો
- સારો વરસાદ આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે
- એક દિવસમાં અંદાજીત 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો
- રાજકોટમાં ભારે વરસાદ, રસ્તાઓ પર ગોઠણ સુધીના પાણી ભરાયા
રાજકોટ: આજે બપોરે બાદ ભારે વરસાદ વરસ્યો હતો. જે દરમિયાન શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે શહેરના 150 ફૂટરિંગ રોડ પર આવેલો BRTSનો રૂટ પાણી-પાણી થયો હતો. રસ્તા પર ગોઠણ સુધીના પાણી ભરાયા હતા, જ્યારે શહેરના સ્વામિનારાયણ ચોક, રૈયા ચોકડી, મવડી ચોકડી, ગોંડલ ચોકડી, સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે આજે રવિવાર હોય રાજકોટવાસીઓ વરસાદની મજા માણવા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરાઇ આગાહી
હવામાન વિભાગ (Meteorological Department)દ્વારા રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ(Rain) ની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે બીજા દિવસે પણ રાજકોટ શહેર સહિત ગ્રામ્ય જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટ(Rajkot)માં આજે બપોરે બાર વાગ્યા બાદ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) આવ્યો હતો. જ્યારે ગઈકાલે પણ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો-Rain Forecast: ગુજરાતમાં 10 જુલાઈથી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ
સારો વરસાદ આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો
છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસુ બેસી ગયું હોવા છતાં વરસાદ ન આવતા લોકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, ત્યારે બે દિવસથી શહેર અને જિલ્લામાં સારો વરસાદ આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.