- રાજકોટમાં આકાર પામી રહ્યું છે ગ્રીન ફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ પ્રોજેક્ટનો કરાયો હતો શિલાન્યાસ
- વર્ષ 2023 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ
રાજકોટ: શહેરની બહાર અમદાવાદ નેશનલ હાઈવે પર હિરાસર નજીક 1025 હેકટરની વિશાળ જમીન પર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority Of India) દ્વારા વર્લ્ડ ક્લાસ સુવિધા સાથે નવું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ (Rajkot Greenfield International Airport) બનાવવામાં આવી રહ્યું છે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઇન્ડીયાના આ પ્રોજેકટ પર દેખરેખ રાખી રહેલા જનરલ મેનેજર લોકનાથ પાધેએ જણાવ્યું કે, પ્રથમ ફેઝનું કામ અંદાજે 670 કરોડનું છે. જે ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ થશે. જ્યારે ટર્મિનલ બિલ્ડીંગ સહિતનું કામ બીજા ફેઝમાં આવશે. જે ટુંક સમયમાં શરૂ થશે અને ડીસેમ્બર 2022 સુધીમાં પૂર્ણ કરી માર્ચ 2023 સુધીમાં પ્રોજેકટ લોન્ચ કરી દેવાનો અમારો લક્ષ્યાંક છે. કુલ 1400 કરોડનો પ્રોજેકટ સાકાર થવા જઇ રહ્યો છે.
ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓન ફાસ્ટ ટ્રેક
કલેક્ટર રેમ્યા મોહને કહ્યું હતું કે, આ પ્રોજેકટને લીધે સ્થાનિકોને રોજગારીમાં વધારો થઇ શકે છે. લોકોના પરીવહન – મુસાફરી સેવાઓની ગુણવતા પણ વધશે. એટલું જ લાંબા ગાળે આ વિસ્તારનો વિકાસ થવાની સાથે લોકોને સીધો લાભ મળતો હોય છે. વડાપ્રધાનનું પણ વિઝન છે કે, સામાન્ય લોકોને પોસાય તેવી ઉડાન સેવાઓ ઉપલબ્ધ થાય અને તે માટે સરકાર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે.
રન-વે 3040 મીટરનો બનશે : 46 ટકા કામગીરી પૂર્ણ
આ એરપોર્ટના નિર્માણની કામગીરી સાથે જોડાયેલી કંપનીના પ્રોજેક્ટ હેડ સંતોષ યાદવે કહ્યું કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (Airport Authority Of India) નો આ પ્રથમ ઈ.પી.એસ. કોન્ટેક્ટ પ્રોજેક્ટ છે. જેમાં કંપનીએ સફળતાપૂર્વક કેટલુંક ચેલેન્જિંગ કામ કર્યું છે. તેઓએ કહ્યું કે ફેઝ-1 નું કામ અમારી કંપની દ્વારા કરવામાં આવી રહયું છે, જે 2022ના અંત પહેલા પૂર્ણ કરી દેવાશે. ટર્મિનલ બિલ્ડીંગ અને અન્ય આખરી ઓપની કામગીરી બીજા તબક્કામાં હાથ ધરવામાં આવનાર છે. હાલ 3040 મીટરના સિંગલ રન વે ની કામગીરી 46 ટકા પૂર્ણ થઈ ગઈ છે.
પેરેલલ ટેક્સી ટ્રેક 90 ટકા પૂર્ણ