રાજકોટના માર્કેટિંગ યાર્ડ ખાતે બુધવારે કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા ખેડૂતોને સાથે રાખીને જનતા રેડ કરવામાં આવી હતી. જે દરમિયાન તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા જે ટેકાના ભાવે મગફળીની ખરીદી થઈ રહી છે. તેમાં ગેરરીતી જોવા મળી રહી છે.
કોંગ્રેસની રાજકોટ યાર્ડમાં જનતા રેડ, મગફળીની ખરીદી મુદ્દે લગાવ્યા ગંભીર આક્ષેપ - પાલભાઈ આંબલિયા
રાજકોટ: રાજકોટ જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે બુધવારે કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલભાઈ આંબલિયા દ્વારા ખેડૂતોને સાથે રાખીને જનતા રેડ કરી હતી.
રાજકોટ યાર્ડમાં કોંગ્રેસની જનતા રેડ, મગફળી ખરીદી મુદ્દે લગાવ્યા ગંભીર આક્ષેપ
કોંગ્રેસ વતી પાલભાઈએ આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, જે પણ અધિકારીઓ દ્વારા મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે. જે સ્ટાફ સરકારે નક્કી કરેલ લાયકાતો મુજબ નથી. આ સાથે જે બારદાનની ગુણવત્તા છે, તેમાં પણ ક્યાંકને ક્યાંક ખામી જોવા મળી રહી છે. જ્યારે મગફળી જે ગોડાઉન લઈ જવામાં આવી રહી છે, તે ટ્રકમાં પણ જીપીએસ સિસ્ટમ પણ લગાડવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલે કોંગ્રેસ દ્વારા આગામી દિવસોમાં કાયદાકીય લડાઈ પણ લડવાની વાત પાલભાઈ આંબલિયાએ કરી હતી.