રાજકોટઃ રાજકોટની આજી નદી પર આવેલા ઓવરબ્રિજનું આજે મહાનગરપાલિકાના વિપક્ષી નેતા સહિતના કોંગી આગેવાનો દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વર્ષ 2016માં રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ દ્વારા આ ઓવરબ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
રાજકોટની આજી નદી પર આવેલા ઓવરબ્રિજનું કોંગ્રેસે કર્યું લોકાર્પણ - પુલ
રાજકોટ કોંગ્રેસ દ્વારા આજે સોમવારે શહેરના એક પુલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ છેલ્લા એક વર્ષથી આ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ પણ તંત્ર દ્વારા આ બ્રિજને ખુલ્લો મુકવામાં ન આવતા કોંગી આગેવાનોએ સ્થાનિકોને સાથે રાખીને બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો
રાજકોટની આજી નદી પર આવેલ ઓવરબ્રિજનું કોંગ્રેસે કર્યું લોકાર્પણ
ત્યારબાદ છેલ્લા એક વર્ષથી આ બ્રિજનું કામ પૂર્ણ થયા બાદ પણ તંત્ર દ્વારા આ બ્રિજને ખુલ્લો મુકવામાં ન આવતાં આજે કોંગી આગેવાનો સ્થાનિકોને સાથે રાખીને બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. રાજકોટ કોંગ્રેસના આગેવાનો દ્વારા બ્રિજનું લોકાર્પણ કરીને વાહનચાલકો અને રાહદારીઓના મોં પણ મીઠા કરાવ્યાં હતાં.