રાજકોટઃ જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે, સાથો સાથ જિલ્લામાં કોરોનાથી મૃત્યું પામનારાની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે સોમવારે મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કોર્પોરેટર હારુન ડાકોરાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
રાજકોટના કોંગી કોર્પોરેટર હારુન ડાકોરાનું કોરોનાથી મોત - Corporator Aaron Dakora Death from corona
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 16ના કોંગ્રેસના કોર્પોરેટર હારુન ડાકોરાનું કોરોનાની સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. હારુન ડાકોરા છેલ્લા એક અઠવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા.
રાજકોટના કોંગી કોર્પોરેટર હારુન ડાકોરાનું કોરોનાથી મોત
હારુન ડાકોરા છેલ્લા એક અઠવાડિયાથી સિવિલ હોસ્પિટલમાં આવેલા કોવિડ સેન્ટરમાં કોરોનાની સારવાર લઈ રહ્યાં હતા. ત્યારે સોમવારે તેઓ કોરોના સામેની જંગ હારી ગયા હતા.
શહેરમાં કોરોનાના કારણે કોંગ્રેસના કોર્પોરેટરનું મોત થતા શહેર કોંગ્રેસમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં અત્યાર સુધીમાં કુલ 5170 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે.