- રાજકોટ મનપાએ રજુઆત માટે આવેલ આપના કાર્યકર્તાઓ પર પોલીસનો લાઠીચાર્જ
- પોલીસે પરિસ્થિતિ કાબુમાં લેવા કર્યો લાઠીચાર્જ
- મહિલા સહિત 5 જેટલા લોકોને ઇજાગ્રસ્ત
રાજકોટઃ શહેરના ભગવતીપરા વિસ્તારમાં મનપા દ્વારા લોકોને મકાન ખાલી કરવા માટે નોટિસ ફટકારવામાં આવી છે. સ્થાનિક લોકોએ આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે નોટિસ રદ્દ કરવા માટે રજુઆત કરવા મનપા કચેરીએ આવ્યા હતા. જે દરમિયાન પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જેને લઈને પરિસ્થિતિ વધુ વણસે નહિ તે માટે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર હળવો લાઠીચાર્જ કર્યો હતો.