- સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું
- બજેટ સાથે ઘણા બધા લોકોની આશા અપેક્ષાઓ જોડાયેલી
- આ સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની જે માંગણી
રાજકોટ:કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા આજે સંસદમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, ત્યારે આ બજેટ સાથે ઘણા બધા લોકોની આશા અપેક્ષાઓ જોડાયેલી હતી. જો કે કેન્દ્રીય બજેટમાં કોઈ પણ જાતનો નવો વેરો નાખવામાં ન આવતા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આ બજેટને આવકારવામાં આવ્યું હતું. આ સાથે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની જે માંગણી હતી કે, ઇન્કમટેક્સમાં રાહત આપવામાં આવે તે ધ્યાનમાં ન રાખવામાં આવતા ચેમ્બર ઓફ કોમર્સના વેપારીઓ આ નિર્ણયને લઈને ના ખુશ પણ જોવા મળી રહ્યા છે.
કેન્દ્રીય બજેટ આવકારદાયક અને આત્મનિર્ભરઃ રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ 16 હજાર કરતા વધુ નાની મોટી ઇન્ડસ્ટ્રીઝને થશે લાભ
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવે બજેટમાં MSME સેક્ટરમાં વધુ એક વર્ષની છૂટછાટ આપી હોવાની જાહેર કરવામાં આવતા મીડિયાને જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે જે નાના-મોટા ઉદ્યોગો છે. તેને એક વર્ષ માટેની એક્સ્ટેન્શન આપવામાં આવ્યું છે. જેનો સીધો લાભ રાજકોટની આસપાસમાં આવેલી 16 હજાર કરતાં વધુ ઇન્ડસ્ટ્રીઝને થશે. MSME અંગે જે નિર્ણય બજેટમાં લેવાયો છે. તેનો ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ ફાયદો રાજકોટ MSME સેક્ટરને ભવિષ્યમાં જોવા મળશે.
ઇન્કમટેક્સમાં રાહત ન આવતા લોકોમાં નારાજગી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા લેખિતમાં માંગણી કરી હતી કે, ઇન્કમટેક્સમાં રાહત આપવામાં આવે, જેને લઇને વેપારીઓને આનો સીધો લાભ થઈ શકે છે પરંતુ બજેટમાં ઇન્કમટેક્સ માટે કોઈ પણ રાહત આપવામાં ન આવતા વેપારી એસોસિએશન નારાજ થતું જોવા મળ્યું હતું. મહત્વનું છે કે, કેન્દ્રીય બજેટમાં કોઇ પણ વધારાનો ટેક્સ નાખવામાં નથી આવ્યો જેને લઇને આ બજેટ પણ આવકારદાયક હોવાનું ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જણાવવામાં આવ્યું છે.