ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં કરાઈ ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણી

રાજકોટ જિલ્લામાં જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડીમાં કિશોરી પ્રવૃત્તિમય રહે તેમજ પોતાની આવડત બતાવી શકે તે માટે તાજેતરમાં ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે વિશ્વ માસિક સ્ત્રાવ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી. તમામ ઉજવણી કોરોના ગાઈડલાઈનના પાલન સાથે કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લામાં ‘પૂર્ણા દિવસની ઉજવણી
રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં કરાઈ ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણી

By

Published : Jun 2, 2021, 2:41 PM IST

Updated : Jun 27, 2022, 12:30 PM IST

  • રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણી
  • કોરોના ગાઈડલાઈન સાથે કિશોરીઓ સાથે કરી ઉજવણી
  • મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી

રાજકોટ:જિલ્લા પંચાયતના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જિલ્લાની આંગણવાડીમાં કિશોરી પ્રવૃત્તિમય રહે તેમજ પોતાની આવડત બતાવી શકે તે માટે તાજેતરમાં ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ જિલ્લામાં આવેલી 1 હજાર 360 આંગણવાડી પૈકી 1 હજાર 354 આંગણવાડીઓમાં ઉજવણી કરવામાં આવી હતી. આ યોજવામાં આવેલી ઉજવણી અન્વયે કિશોરીઓ માટે ‘‘બેસ્ટ ઓફ વેસ્ટ’’ હરિફાઈનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં 11 થી 18 વર્ષની વયની અંદાજીત 4000 કિશોરીઓએ ભાગ લીધો હતો.

રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં કરાઈ ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણી

આ પણ વાંચો:રાજકોટમાં મુખ્યપ્રધાન રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો કાર્યક્રમ, 29 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર અપાયા

વિશ્વ માસિક સ્ત્રાવ દિવસની પણ ઉજવણી

કોરોના મહામારી સંદર્ભેની માર્ગદર્શિકાના ચૂસ્તપણે પાલન સાથે આંગણવાડીઓમાં યોજવામાં આવેલી ‘‘બેસ્ટ ઓફ વેસ્ટ’’ હરિફાઈમાં ઉપસ્થિત રહેલી કિશોરીઓને સોશીયલ ડીસ્ટન્સીંગ સાથે બેસાડવામાં આવી હતી. આ હરિફાઈમાં વિજેતા બનેલી કિશોરીઓને આંગણવાડીના મુખ્ય સેવિકાના હસ્તે પ્રોત્સાહન રૂપે ઈનામ પણ આપવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણીના ભાગરૂપે કોવીડ મહામારીને ધ્યાને લઈ કિશોરીઓએ તેમના ઘરે પડેલી વેસ્ટ વસ્તુમાંથી બેસ્ટ વસ્તુ બનાવી હતી. જેને સબંધિત આંગણવાડીમાં પ્રદર્શનમાં પણ મૂકવામાં આવી હતી. તેમજ આ દિવસે વિશ્વ માસિક સ્ત્રાવ દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી.

રાજકોટ જિલ્લાની આંગણવાડીઓમાં કરાઈ ‘‘પૂર્ણા દિવસ’’ની ઉજવણી

આ પણ વાંચો:રાજકોટ જિલ્લામાં 22 લાખથી વધુ રોપાનો ઉછેર તેમજ વિતરણ

Last Updated : Jun 27, 2022, 12:30 PM IST

ABOUT THE AUTHOR

...view details