રાજકોટઃ શહેરમાં આજીડેમ નજીક ઓવરબ્રિજની દિવાલ પડવાના કારણે બે વાહન ચાલકોના મોત થયા હતા. ત્યારે આ મામલે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જ્યારે દુર્ઘટનામાં મૃતક ભુપતભાઇ મિયાત્રા અને વિજયભાઈ વિરડાના પરિજનોને મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી CM રૂપાણી દ્વારા રૂપિયા 4-4 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ઘટનાના બે દિવસ કરતા વધારે સમય વીત્યા છતાં ઓવરબ્રિજની દીવાલ ક્યાં કારણોસર પડી તે અંગેનું કારણ ચોક્કસપણે હજુ સુધી જાણી શકાયું નથી.
રાજકોટમાં બ્રિજની દિવાલ તૂટવાનો મામલોઃ 15 દિવસમાં રિપોર્ટ સોંપવા કલેક્ટરને આદેશ
રાજકોટમાં આજીડેમ નજીક ઓવરબ્રિજની દિવાલ પડવાના કારણે બે વાહન ચાલકોના મોત થયા હતા. ત્યારે આ મામલે મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે દુર્ઘટનામાં મૃતક ભુપતભાઇ મિયાત્રા અને વિજયભાઈ વિરડાના પરિજનોને મુખ્યમંત્રી રાહતનિધી ફંડમાંથી CM રૂપાણી દ્વારા રૂ.4-4 લાખ આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ઘટનાના બે દિવસ કરતા વધારે સમય વીત્યા છતાં ઓવરબ્રિજની દીવાલ ક્યાં કારણોસર પડી તે અંગેનું કારણ ચોક્કસપણે હજુ સુધી જાણી શકાયું નથી.
આ અંગે જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ મામલે ગુહવિભાગ તરફથી મેજિસ્ટ્રેટિયલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેને લઈને જિલ્લાના મેજિસ્ટ્રેટને આ અંગેની તપાસ સોંપવામાં આવી છે જેના ભાગરૂપે અમે હાલ આ મામલાની તપાસ કરી રહ્યાં છીએ. તેમજ SDM સીટી એકના અધ્યક્ષ સ્થાને એક કમિટીની રચના કરવામાં આવી છે. આ મામલે ટેક્નિકલ મદદ માટે રાજકોટ અને મોરબી તેમજ પોલિટેક્નિક એન્જીનીયરીંગના પ્રોફેસરોને પણ કમિટીમાં સમાવવામાં આવ્યા છે.
સુરતની NIT ટીમ પણ આ મામલે સ્વતંત્ર રીતે તપાસ કરશે. આ મામલે ઓવરબ્રિજની દીવાલ ક્યાં કારણોસર પડી અને આગામી દિવસોમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે તમામ બાબતોની તપાસ કર્યા બાદ સમગ્ર રિપોર્ટ આગામી 15 દિવસમાં રાજ્ય સરકારને સોંપવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.