ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો ‘આઝાદી કા અમૃત મહોત્સવ'

'સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ' કાર્યક્રમની રાજ્યવ્યાપી શૃંખલા અન્વયે નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલ રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે 91 વર્ષ બાદ જીવંત થઈ ઉઠેલી દાંડી યાત્રાના સાક્ષી બન્યાં હતાં. આ પ્રસંગે ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકોને નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપિતા ગાંધીજીને વિદ્યાર્થી જીવનથી જ નૈતિકતાનું બળ પૂરું પાડવામાં રાજકોટનું યોગદાન અમૂલ્ય છે. પોતાના જીવન ઘડતરના મહામૂલાં 15 વર્ષો રાજકોટ ખાતે વિતાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની રાજકોટ ખાતેની યાદોને પણ તાજી કરી હતી.

રાજકોટમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો ‘આઝાદી કા અમૃત મહોત્સવ'
રાજકોટમાં ડેપ્યૂટી સીએમ નીતિન પટેલની ઉપસ્થિતિમાં યોજાયો ‘આઝાદી કા અમૃત મહોત્સવ'

By

Published : Mar 12, 2021, 10:01 PM IST

  • રાજકોટમાં નાયબ સીએમ નીતિન પટેલ
  • આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં હાજર રહ્યાં
  • રાષ્ટ્રપિતા ગાંધીજીના જીવન ઘડતર માટે રાજકોટ મહત્ત્વનું

રાજકોટઃ દેશની નવી પેઢીને ભારતના ભવ્ય ઐતિહાસિક વારસાથી અવગત કરાવવાની આપણી નૈતિક જવાબદારીનું નીતિનભાઇ પટેલે સ્મરણ કરાવ્યું હતું. ગાંધીજીના હસ્તે મળેલી અમૂલ્ય આઝાદી દ્વારા આત્મનિર્ભરતા-સ્વરોજગારી-સ્વદેશીનો વ્યાપ વિસ્તારવા આહ્વાન કર્યું હતું. આ સાથે જ સ્વાતંત્ર્ય સેનાનીઓ અને દેશના નાગરિકોના બલિદાનો થકી મળેલી મહામૂલી આઝાદીને આત્મસાત કરવા માટે વડાપ્રધાન મોદીએ અમલી બનાવેલા વિવિધ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમોની રૂપરેખા આપી હતી. આઝાદી પછી ભારત દેશે કરેલા વિકાસ અને પ્રગતિની સિલસિલાબંધ વિગતો પણ નાયબ મુખ્યપ્રધાને તેમના પ્રવચનમાં વણી લીધી હતી.

આ પણ વાંચોઃરાજકોટમાં ડેપ્યુટી CMની ઉપસ્થિતિમાં ઉજવાશે 'સેલિબ્રેટિંગ ઇન્ડિયા @75 આઝાદી કા અમૃત મહોત્સવ

ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે રાષ્ટ્રવ્યાપી ઉજવણી

નીતિન પટેલે જણાવ્યું કે આઝાદીનું મૂલ્ય જાણવાથી નવી પેઢી આઝાદી પ્રત્યે સભાન બને છે. હજારો વર્ષ પુરાણી ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે રાષ્ટ્રવ્યાપી ઉજવણી અનિવાર્ય છે, એમ જણાવતાં સંસ્કૃતિની જાળવણી માટે પ્રેરણાદાયી વાંચન કરવા યુવાનોને શીખ આપી હતી. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આગેવાનીમાં જીવનજરૂરી ચીજ એવા મીઠા પર અંગ્રેજ શાસકો દ્વારા લગાવાયેલા કરનો વિરોધ કરવા 12 માર્ચ 1930ના રોજ સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી કૂચને રાજકોટ ખાતે આબેહૂબ રીતે જીવંત કરવામાં આવી હતી. ઉપસ્થિત દેશપ્રેમી નાગરિકો ગાંધીજીના સત્યાગ્રહની યાદોમાં ભાવવાહી રીતે સામેલ થયાં હતાં.

ABOUT THE AUTHOR

...view details