ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં આરોપીની ધરપકડ કરવા પહોંચેલી પોલીસ પર હુમલો - Arrest of the offender

રાજકોટ આરોપીનર ઝડપી લેવા પહોંચેલી પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે જેમાં આરોપીની ધરપકડ કરવા પહોંચેલી પોલીસ પર ગેંગના અન્ય સભ્યોએ હુમલો કર્યા હતો.

rajkot
રાજકોટમાં આરોપીની ધરપકડ કરવા પહોંચેલી પોલીસ પર હુમલો

By

Published : Apr 3, 2021, 8:01 PM IST

  • ગુનેગારની ધરપકડ કરવા ગયેલી પોલીસ પર હુમલો
  • પોલીસ પર ગેંગના અન્ય સભ્યોએ કર્યો હુમલો
  • પોલીસે ઝડપી પાડ્યા ગુનેગારોને

રાજકોટ : શહેરમાં શનિવારે આરોપીની ધરપકડ કરવા પહોંચેલી પોલીસ પર હુમલો થયાની ઘટના સામે આવી છે. જેમાં બે દિવસ પૂર્વે થયેલી મારામારીનાં ગુનામાં ફરાર શખ્સ કુકી ભરવાડની ધરપકડ કરવા માલવીયાનગર પોલીસ અને D-સ્ટાફનો કાફલો પુનિતનગર વિસ્તાર પહોંચ્યો હતો. દરમિયાન આરોપી તેમજ તેના સાથીઓએ સોડા બોટલો વડે હુમલો કરતા પીએસઆઇ સહિત ત્રણ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.

પોલીસ પર ગેંગના અન્ય લોકોએ કર્યો હુમલો

સમગ્ર ઘટનામાં ડીસીપી મનોહરસિંહ જાડેજાએ જણાવ્યા મુજબ, માલાવીયાનગર પોલીસ અને ડી-સ્ટાફની ટીમો ચોક્કસ બાતમીનાં આધારે વોન્ટેડ કુકી ભરવાડને ઝડપી પાડવા પુનિતનગર વિસ્તારમાં ગઈ હતી. ત્યાં આરોપીની ધરપડક બાદ તેની ગેંગનાં અન્ય લોકોએ પોલીસ પર હુમલો કર્યો હતો અને આરોપીએ પણ નાસી જવા પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે હુમલાખોરોનો સામનો કરી કુકી ભરવાડ સહિત 5 શખ્સોને ઝડપી લીધા હતા.

આ પણ વાંચો : શ્રી રામેશ્વર શરાફી સહકારી મંડળીમાં કરોડોની છેંતરપીંડી


કુકી ભરવાડનો ગુનાહિત ઇતિહાસ

રાજકોટમાં આરોપીઓ દ્વારા થયેલા હુમલામાં માલવીયાનગર પોલીસ મથકના PSI વી.કે.ઝાલાને માથામાં ગંભીર ઈજા થતા 4 ટાંકા આવ્યા છે. જ્યારે કોન્સ્ટેબલ પણ ઇજા થતાં તેમની સારવાર ચાલી રહી છે.આરોપીની ગુનાહિત ઈત્યાસની વાત કરીએ તો કુકી ભરવાડ અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. તાજેતરમાં તેના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગની અરજી થઈ હતી.પોલીસ પર હુમલાની આ ઘટનામાં 15 જેટલા લોકોની ઓળખ થઈ ચૂકી છે.જ્યારે બાકીનાને ઝડપી લેવા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.

આ પણ વાંચો : રાજકોટ અને જૂનાગઢમાં ચોરી કરનારા 3 આરોપીની LCBની ટીમે કરી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details