ગુજરાત

gujarat

પ્રેમિકાને મળવા ગયેલા યુવાન પર કાતર વડે જીવલેણ હુમલો

By

Published : Jun 25, 2020, 5:18 PM IST

રાજકોટમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવાન પર પ્રેમિકાના બનેવીએ કાતર વડે હુમલો કર્યો હતો.

attack on a young man who went to meet his girlfriend in rajkot
પ્રેમિકાને મળવા ગયેલા યુવાન પર કાતર વડે જીવલેણ હુમલો

રાજકોટઃ રાજકોટમાં પ્રેમિકાને મળવા ગયેલા યુવાન પર પ્રેમિકાના બનેવીએ કાતર વડે હુમલો કર્યો હતો. રાજકોટની યુનિવર્સિટી નજીક આવેલ ભગતસિંહ ગાર્ડન નજીક રહેતો રજત ઘનશ્યામ ગોંડલીયા પર પોતાની પ્રેમિકાના બનેવી રવિ રબારીએ જાહેરમાં જ કાતર વડે હુમલો કર્યો હતો.

જો કે, આ હુમલામાં ઘવાયેલ રજતને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તેમજ આ સમગ્ર મામલે રાજકોટ યુનિવર્સિટી પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ હુમલામાં ઘવાયેલ યુવાન હાલ પોતાના મિત્ર સાથે રહેતો હતો અને યુવકના પરિજનો ન હોવાનું પણ પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ABOUT THE AUTHOR

...view details