- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) દર વર્ષે ખાલી રહેતી બેઠકો પણ આ વર્ષે ભરાઈ ગઈ
- ખાનગી કોલેજોની (Private Colleges) ફી સહિતની વ્યવસ્થાથી કંટાળી વિદ્યાર્થીઓ સરકારી યુનિવર્સિટી (Government University) તરફ વળ્યા
- વિદ્યાર્થીઓના ધસારાને જોતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ (Saurashtra University) પણ બેઠકમાં કર્યો વધારો
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં અલગ અલગ ભવનોમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો છે. ખાનગી કોલેજોની ફી સહિતની વ્યવસ્થાના કારણે મોટા ભાગના વિદ્યાર્થીઓ સરકારી અને યુનિવર્સિટી તરફ વળ્યા છે. દર વર્ષે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) અમુક ભવનોમાં ગણતરીના જ વિદ્યાર્થીઓ એડમિશન લેતા હોય છે, પરંતુ આ વર્ષે તો તે ભવનોમાં પણ બેઠકો ભરાઈ ગઈ છે. તેમ જ યુનિવર્સિટી તંત્ર (University system) દ્વારા પણ વિદ્યાર્થીઓનો ઘસારો જોઈને ભવનોમાં વિદ્યાર્થીઓની બેઠકમાં પણ ક્રમશઃ વધારો કર્યો છે. આના કારણે વિદ્યાર્થીઓના એડમિશનના વાંકે તેમનું ભણતર અટકે નહીં.
આ પણ વાંચો-પાટણ યુનિવર્સિટીમાં આગામી કારોબારીમાં MBBSના ગુણસુધારણાના દોષિતો સામે કાર્યવાહી કરાશે
વિવિધ ભવનોમાં વિદ્યાર્થીઓની બેઠક વધારવામાં આવી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra University) વિવિધ અભ્યાસક્રમોના અલગ અલગ ભવનો છે. જ્યારે આ વર્ષે મોટા ભાગના ભવનો ફૂલ થઈ ગયા છે, જેના કારણે યુનિવર્સિટીને આ ભવનોમાં બેઠકો વધારવાની જરૂરિયાત ઉભી થઈ છે. યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રી (Chemistry), સમાજ કાર્ય (Social work), બાયોસાઈન્સ (Biosciences), ઈલેક્ટ્રોનિક્સ (Electronics), ગુજરાતી (Gujarati), કોમર્સ (Commerce), મનોવિજ્ઞાન (Psychology) સહિતના ભવનમાં યુનિવર્સિટીએ 5થી લઈને 25 બેઠકો વધારી છે. જ્યારે હજી પણ કેટલાક ભવનોમાં પ્રવેશ પ્રક્રિયા (Admission process) શરૂ છે. આ વર્ષે કોરોનાના કારણે માસ પ્રમોશન (Mass promotion) મળ્યું છે ત્યારે વિદ્યાર્થીઓના એડમિશનનું આ પણ એક કારણ હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ધોરણ 12માં માસ પ્રમોશન મળ્યું હોવાનું કારણ
આ વર્ષે કોરોનાના કારણે ધોરણ 12ના બોર્ડના વિદ્યાર્થીઓ માસ પ્રમોશન (Mass promotion) આપવામાં આવ્યું હતું, જેને લઈને વિવિધ યુનિવર્સિટીઓને (Saurashtra University) પણ અગાઉથી જ ખ્યાલ હતો કે, આ વર્ષે મોટી સંખ્યામાં વિવિધ કોલેજોમાં વિદ્યાર્થીઓ પ્રવેશ લેશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી (Saurashtra University) દ્વારા પણ વિદ્યાર્થીઓને જ્યારે માસ પ્રમોશન મળ્યા ત્યારે જ જાહેરાત કરવામાં આવી હતી કે, કોઈ પણ વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત ન રહે તે માટે યુનિવર્સિટી દ્વારા આગામી સમયમાં વિવિધ કોલેજોમાં બેઠક વ્યવસ્થા વધારશે, જે મુજબ બેઠક વ્યવસ્થા પણ વધારવામાં આવી છે.