ગુજરાત

gujarat

ETV Bharat / city

કેજરીવાલ જ આપી શકે મફત વિજળી, બિજા કોઈ નહીઃ રાઘવ ચઢ્ઢા - Raghav Chadha in Rajkot

રાજકોટમાં આવીને રાઘવ ચઢ્ઢાએ કરી મોટી વાત, કહ્યું કે, હું આ બાપુની ધરતી પરથી સંવાદ કરતા એક મોટી વાત (Statement of Raghav Chadha in Rajkot) કરવા માંગું છે કું, દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષથી એક જ પાર્ટીની સરકાર હતી. લોકોએ 15 -20 વર્ષ જૂની પાર્ટીને ઠોકર મારીને આમ આદમી પાર્ટીને મોકો આપ્યો. 50 વર્ષથી પંજાબમાં એક જ પાર્ટીની સરકાર હતી. પછી એ પ્રજાએ આમ આદમી પાર્ટીને મોકો આપ્યો, આવનારા 2022 વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા આમ આદમી પાર્ટીને મોકો આપશે.

કેજરીવાલ જ આપી શકે મફત વિજળી, બિજા કોઈ નહીઃ રાઘવ ચઢ્ઢા
કેજરીવાલ જ આપી શકે મફત વિજળી, બિજા કોઈ નહીઃ રાઘવ ચઢ્ઢા

By

Published : Sep 24, 2022, 4:00 PM IST

Updated : Sep 24, 2022, 4:05 PM IST

રાજકોટઃ ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના પ્રભારી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવેલા સાંસદ રાઘવ ચઢ્ઢાએ કેજરીવાલની (Arvind Kejriwal Aam Admi Party) તથા દિલ્હી સરકારની (Delhi Education Model) સિદ્ધિઓ ગણાવી હતી. જેમાં દિલ્હી જેવો વિકાસ ગુજરાતમાં કરવા મામલે તેમણે કેજરીવાલ પર મોટો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, હું આ બાપુની ધરતી પરથી સંવાદ કરતા એક મોટી વાત (Statement of Raghav Chadha in Rajkot) કરવા માંગું છે કું, દિલ્હીમાં પણ ગુજરાતની જેમ 15 વર્ષથી એક જ પાર્ટીની સરકાર હતી. લોકોએ 15 -20 વર્ષ જૂની પાર્ટીને ઠોકર મારીને આમ આદમી પાર્ટીને મોકો આપ્યો 50 વર્ષથી પંજાબમાં એક જ પાર્ટીની સરકાર હતી. પછી એ પ્રજાએ આમ આદમી પાર્ટીને મોકો આપ્યો, આવનારા 2022 વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની પ્રજા આમ આદમી પાર્ટીને મોકો આપશે.

કેજરીવાલનું એજ્યુકેશન મોડલઃ સામાન્ય વર્ગના લોકો પણ ગુજરાતની કમાન સંભાળશે. ગુજરાતને એક મજબુત પાયા વાળું રાજ્ય બનાવશે. ગુજરાતમાં દરેક યુવાનને નોકરી, અને જ્યાં સુધી નોકરી નહીં મળે ત્યાં સુધી 3000 રૂપિયાની આર્થિક મદદ મળી રહેશે. દિલ્હી અને પંજાબમાં 300 યુનિટ ફ્રી વીજળી (free electricity by Arvind kejriwal) મળે છે. 24x7 વીજળી મળશે. દિલ્હી અને પંજાબ બન્ને રાજ્યમાં અમે આ કરી બતાવ્યું છે. દરેક મહિલાને દર મહિને 1000 રૂપિયાનું એલાઉન્સ મળશે. ખેડૂતોને પોતાના પાકનું યોગ્ય એમએસપી મળશે. ઓછામાં ઓછા 12 કલાક સુધી વીજળી મળશે. એજ્યુકેશનનું દિલ્હી મોડલ છે એમાં દિલ્હીની પ્રાયવેટ સ્કૂલ કરતા સરકારી સ્કૂલ સારી છે. મોટા માણસો પણ સરકારી શાળામાં પોતાના બાળકોને બેસાડી રહ્યા છે. આ કેજરીવાલનું એજ્યુકેશન મોડલ છે. આ પાંચ ગેરેન્ટી લઈને ગુજરાતીઓ પાસે જઈશું. એક મોકો સેવાનો અમને પણ આપશે. અમે દરેક વર્ગ માટે યોગ્ય વ્યવસ્થા ઊભી કરીશું. અત્યાર સુધીની ગેરેન્ટીમાં જે લોકો કવર થયા નથી એના માટે એક અલગથી પ્રોજેક્ટ લઈને આવીશું.

પ્રજા સાથેનું કમિટમેન્ટઃ આ કોઈ ચૂંટણી વાયદો નથી. આ કેજરીવાલની ગેરેન્ટી છે. આ પ્રજા સાથેનું કમિટમેન્ટ છે. જે કહીશું એ કરીશું. દિલ્હી અને પંજાબમાં કરી બતાવ્યું છે. પંજાબ પર 3 લાખ કરોડનું દેવું છે. છતાં અમે વીજળી મફત આપી છે. છતાં પંજાબમાં શાસન કરીએ છીએ. પૈસાનો કે રાજકારણનો સવાલ નથી. નિયત સારી હોવી જોઈએ. હું 100 સવાલનો એક જવાબ આપું છું, પંજાબમાં હું સહબપ્રાભીપર હીત ગુજરાતમાં પણ આ પ્રકારની જવાબદારી ગુજરાતમાં આપી છે. જે માહોલ મેં પંજાબમાં જોયો હતો. આ માહોલ ગુજરાત વિધાનસભાની પહેલા મને જોવા મળી રહ્યો છે. હું આજે એ સ્થિતિમાં નથી કે આંકડાની વાત કરું. હજું ચૂંટણી બાકી છે. આજે ગ્રાઉન્ડ સપોર્ટ મળ્યો છે. એ અદભૂત છે. જે સ્વાદ પંજાબમાં ચૂંટણી પહેલા જોવા મળ્યો એ માહોલ ગુજરાતમાં જોવા મળ્યો છે. અમારી રેલી અને સભાઓને રદ્દ કરાવવા માટે જ્યાં પણ મિટિંગ માટે જગ્યા બુક કરીએ છીએ ત્યાં જઈને ભાજપ એ જગ્યાના માલિક પર દબાણ ઊભું કરીને બુકિંગ રદ્દ કરાવી દે છે. જ્યારે 12 જગ્યા પર બુકિંગ રદ્દ થયા ત્યારે અમે એક જાણીતા વ્યક્તિ અરવિંદ કાકા પાસે ગયા હતા.

ભાજપની તળ કક્ષાની રાજનીતિઃ ભાજપ બોખલાઈ ગઈ છે. કોઈ જાણકારી વગર ડિપાર્ટમેન્ટને મોકલીને અરવિંદ કાકાની ઈમારત તોડવા ભાજપે પૂરી તાકાત લગાવી દીધી. આવું કોંગ્રેસ સાથે થયું નથી. રાહુલ ગાંધીએ કોઈ ઈમારતમાં મિટિંગ કરી હોય તો એ ઈમારત ભાજપે તોડી નથી. આજે આ બુલ્ડોઝર મોકલીને તળ કક્ષાની રાજનીતિ ભાજપે કરી છે. ભાજપ ખરેખર ડરી ગયેલો પક્ષ થઈ ગયો છે. આ બદલે લેવાની વૃતિ છે. ક્યારેય ઈમારત સામે બદલો થોડી લેવાનો હોય. કાલે ભાજપ અહીં આવીને હોલને પણ તોડી પાડશે. ગુજરાતના લોકો શું આ સ્વીકારશે. આવી રાજનીતિ કોઈ ગુજરાતી સહન કરે ખરા?

વીજળી મફત આપવાની વાતઃ પહેલી વખત ગુજરાતમાં આવ્યો છે. ઘણા દિવસો બાકી છે. ચૂંટણી હજું બાકી છે. જે પણ એલાન કર્યા છે એની આર્થિક વ્યવસ્થાની બ્લુ પ્રિન્ટ અમારી પાસે છે. જે આંકડા અમારી પાસે છે એટલા જ એલાન કરેલા છે. આ વાયદા અમે પાળી બતાવ્યા છે. ભાજપ કહે છે કે, રેવડી વિતરણ કરે છે. દિલ્હીની સરકારનું બજેટ કેજરીવાલે ત્રણ ગણુ કરી દીધું છે. જેના કારણે પ્રજાનો પૈસો પ્રજાના કલ્યાણ માટે વપરાય છે. અમે આવું ગુજરાતમાં કરવા માંગીએ છીએ. અમે 180 કરોડનું વિમાન લેવાની વાત નથી કરતા, અમે વીજળી મફત આપવાની વાત કરીએ છીએ. મંત્રીઓને વિમાન માટેની ટિકિટ મફત મળે છે. વીજળીથી લઈને બધુ મફત મળે છે. કેજરીવાલ વીજળી પાણી મફત આપે તો એને આ લોકો રેવડી કહે છે. અમે કોઈનું દેવું માફ નથી કરતા. લોકોએ પસંદ કરવાનું છે. ભાજપની રેવડી કોર્પોરેટ સેક્ટરનું દેવું માફ કરવાની છે.

ગુજરાતમાં નશાનો કારોબારઃ ગુજરાતમાં નશાનો કારોબાર ચાલે છે. જેનાથી લોકો મૃત્યું પામી રહ્યા છે. કરોડોનો આ ધંધો છે. ગુજરાતમાં આની સામે કાયદો કડક કરવાની જરૂર છે. આની પાછળ કેટલાક ભાજપના નેતાઓ પણ જોડાયેલા છે. આમ આદમી પાર્ટીની સરકાર આવશે, તો આ બધુ બંધ થશે. અમે કોઈ ધર્મના નામે કોઈ મત નથી માંગતા, હું તો પ્રાર્થના કરુ છું. બાકી ધર્મના નામે અમે રાજનીતિ નથી કરતા. મફત વીજળી આપવાનું વરદાન માત્રને માત્ર અરવિંદ કેજરીવાલ પાસે છે. ગુજરાતમાં અમે વીજળી મફત આપીશું.

Last Updated : Sep 24, 2022, 4:05 PM IST

ABOUT THE AUTHOR

...view details