ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં ગુજસીટોક કાયદા હેઠળ બીજો ગુનો નોંધાયો, 11 આરોપીની પોલીસે કરી ધરપકડ - રાજકોટ ગુજસીટોક એક્ટ હેઠળ નોંધાયેલા ગુનાઓ

રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ગુજસીટોક કાયદા હેઠળનો 11 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ 11 ઈસમો વિરૂદ્ધ રાજકોટના અલગ અલગ પોલીસ મથકમાં અત્યાર સુધીમાં 76 જેટલા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

ahemdabad
ahemdabad

By

Published : Dec 5, 2020, 7:52 AM IST

  • રાજકોટમાં ગુજસીટોક કાયદા હેઠળનો બીજો ગુનો નોંધાયો
  • 11 આરોપી વિરૂદ્ધ 76 ગુના છે દાખલ
  • પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ગુજસીટોક કાયદા હેઠળ 11 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધાયો

રાજકોટ: સૌરાષ્ટ્રના પાટનગર રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ગંભીર ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે. તેને લઈને પોલીસ દ્વારા પણ રાજ્ય સરકાર દ્વારા બનાવવામાં આવેલ ગુજસીટોક કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે. તેમજ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતા ઈસમોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે. તેને લઈને રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ગુજસીટોક કાયદા હેઠળનો 11 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ 11 ઈસમો વિરૂદ્ધ રાજકોટના અલગ અલગ પોલીસ મથકમાં અત્યાર સુધીમાં 76 જેટલા ગંભીર ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

રાજકોટમાં ગુજસીટોક કાયદા હેઠળનો બીજો ગુનો નોંધાયો
11 માથાભારે ઈસમો વિરુદ્ધ 76 ગુનાઓ હતા દાખલઆ ટોળકીના મુખ્ય આરોપી એવા એજાજ ખિયાણીની સામે 12, રાજન ખિયાણી વિરુદ્ધ 10, ઇમરાન મેણું સામે 9, જ્યારે મુસ્તુફા ખિયાણી સામે 5, યાસીન ઉર્ફે ભૂરા સામે 7 જેટલા ગુન્હાઓ નોંધાઈ ચુક્યા છે. જ્યારે આ ગેંગના અન્ય આરોપી વિરુદ્ધ 3 કે તેનાથી વધુ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. મુખ્યત્વે આ ઈસમો વિરૂદ્ધ હત્યા, હત્યાનો પ્રયાસ, જુગાર, દારૂ અને દુષ્કર્મ જેવા ગંભીર ગુનાઓ દાખલ થયા છે. જેને લઇને રાજકોટ પોલીસ દ્વારા આ ટોળકીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે આ મામલે અત્યાર સુધીમાં 6 આરોપીઓ ઝડપાઇ ચૂકયા છે. તેમજ અન્ય આરોપીઓને પણ ઝડપી પાડવાની પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.રાજકોટમાં ગુજસીટોક કાયદા હેઠળ બીજો ગુનો નોંધાયોરાજકોટ પોલીસ દ્વારા ગુજસીટોક કાયદા હેઠળ અત્યાર સુધીમાં આ બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે સમગ્ર રાજકોટ જિલ્લામાં આ કાયદા હેઠળ આ ત્રીજો ગૂનો દાખલ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ કરતી ટોળકી વિરુદ્ધ કાર્યવાહી થાય તે માટે આ નવા કાયદાને બનાવવામાં આવ્યો છે. જેને લઇને પોલીસ દ્વારા પણ આ કાયદાનો ઉપયોગ કરી ગંભીર પ્રકારના ગુના આચરતા ઇસમોને ઝડપી પાડવામાં આવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details