રાજકોટ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં પ્રાચીન ગરબીનું મહત્વ (Navratri in Rajkot) અને આયોજન જોવા મળી રહ્યું છે. જેમાં રાજકોટ શહેરના મવડી ચોક વિસ્તારમાં શ્રી બજરંગ ગરબી મંડળ દ્વારા છેલ્લા 15 વર્ષથી પ્રાચીન ગરબી મંડળનું તદ્દન નિઃશુલ્ક આયોજન કરવામાં આવે છે. જેમાં નવરાત્રીના નવ દિવસ અહીં હજ્જારોની સંખ્યામાં ભાવિકો માંની આરાધનામાં લીન બનીને ગરબે ઘૂમતી બાળાઓને નિહાળવા આવે છે. ત્યારે આ વર્ષે શ્રી બજરંગ ગરબી મંડળમાં વર્ષોથી સળગતી ઈંઢોણીના રાસે ભાવિકોમાં અનોખું આકર્ષણ જમાવ્યું છે.(Navratri 2022 in Rajkot)
20 મિનિટ આગ સાથે જેમાં આ રાસની વિશેષતા એ છે કે તેમાં માત્ર 6 બાળાઓ પોતાના માથે સળગતી ઈંઢોણી મૂકીને ગરબે ઘૂમે છે અને તે વેળાએ માં દુર્ગાની જાણે આ બાળાઓમાં પ્રચંડ શકિત સમાઈ હોય તેવા દ્રશ્યો નિહાળવા મળે છે. આગનો સંગાથ અમુક ક્ષણ સુધી કરવો એ પણ ડરને જન્માવે છે, જયારે આ ગરબી મંડળની બાળાઓ સતત 20 મિનિટ સુધી આગને પોતાના મસ્તક પર ધારણ કરે છે, ત્યારે ચરણમાં આપો આપ નતમસ્તક થવાનું મન થાય છે. કારણ કે ભક્તિની શક્તિ વિના અને માંના આશીર્વાદ વગર આમ (Rajkot burning indhoni Garba) કરવું એ બિલકુલ સરળ નથી.
એક મહિનાની પ્રેક્ટિસ આ સળગતી ઇંઢોણીના રાસની પ્રેક્ટિસ બાળાઓ એક મહિના પહેલાથી (Mavdi Chowk burning indhoni garba) જ કરતી હોય છે. જેમાં માથે સળગતી ઈંઢોણી અને હાથમાં મશાલ લઇ રાસ રમતી બાળાઓને માંના આશિર્વાદનું કવચ મળતું હોય છે. તેમ આ છ બાળાઓને સળગતી ઇંઢોણી માથે લઇને (Burning Indhoni Rasa in Rajkot) ઘૂમતી જોવીએ પણ એક માતાજીની શક્તિ અને ભક્તિના દર્શન કરીને સાક્ષાત્કાર કરવા માટેનો એક લ્હાવો છે. (Ancient Navratri in Rajkot)