રાજકોટઃ હૈદરાબાદમાં થોડા દિવસો પહેલા અન્ય ધર્મના યુવક સાથેે લગ્ન (Rajkot Hindu Muslim Love Story) કરવા બદલ તેમના પતિ નાગરાજુને બેરહેમીથી માર મારી હત્યા (Rajkot hindu boy murder) કરવામાં આવી હતી. આ મામલો હજુ ઠંડો પડયો ન હતો કે, હવે ગુજરાતના રાજકોટમાં એક હૃદયદ્રાવક ઘટના (Rajkot hyderabad love story) સામે આવી છે. અહીં 22 વર્ષના યુવકની લવ સ્ટોરીનો અંત પણ નિર્દય હત્યા સાથે થયો છે. જણાવી દઈએ કે, યુવતી સુમિયાના ભાઈ અને પરિવારના સભ્યોએ મિથુન ઠાકુરને માર માર્યો હતો અને આ બાદ તેનુ મૃત્યુ નિપજ્યું હતું. સુમિયા તેના પ્રેમીને બચાવી શકી નહીં, ત્યારે તેણે તેના હાથની નસ કાપી આત્મહત્યાની કોશિશ કરી હતી. જોકે, તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાં તેનો જીવ બચી ગયો હતો.
કેટલાક મહિનાઓથી રિલેશનશિપમાં હતા:સ્થાનિક ફેક્ટરીમાં કામ કરતા મૂળ બિહારના વતની મિથુન ઠાકુર અને 18 વર્ષની યુવતી સુમિયા કડીવાર છેલ્લા કેટલાક મહિનાઓથી રિલેશનશિપ (Rajkot hindu muslim relationship)માં હતા. તેઓ જંગલેશ્વર મેઈન રોડ પર આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં એક જ વિસ્તારમાં રહેતા હતા. આ દરમિયાન બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. તેમનો પ્રેમ વધ્યો અને તેઓએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
ઘરમાં ઘુસીને માર માર્યો હતો:સોમવારે મિથુન ઠાકુરે સવારે 10 વાગે સુમિયાને તેના મોબાઈલ પર ફોન કર્યો હતો, પરંતુ તેના ભાઈ સાકિરે કોલનો જવાબ આપ્યો હતો. તેણે ઠાકુરને ભયંકર પરિણામોની ધમકી આપી અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. સાકિર તેને સુમિયાથી દૂર રહેવાની ધમકી આપે છે.