- રાજકોટમાં રૂરલ પોલીસ પર હુમલો
- આરોપીને પકડવા ગઈ હતી પોલીસ
- પોલીસની રીવોલ્વર ઝુંટવીને ભાગી ગયા આરોપી
રાજકોટઃ રાજકોટમાં પોલીસની ટિમ ઓર હુમલો થવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. શહેર નજીક આવેલા બેડલા ગામે આરોપીને પકડવા ગયેલી પોલીસની ટિમ પર હુમલો થયો હતો. તેમજ ઘટના સ્થળેથી એરપોર્ટ પોલીસના પીએસઆઈ વી.સી. પરમારની રિવોલ્વર ઝુંટવી ટોળું ભાગી છુટ્યું હતું. રાજકોટ રૂરલ પોલીસ અને એરપોર્ટ પોલીસ બન્નેના સ્ટાફ આરોપીને પકડવા ગયા હતા તે દરમિયાન આ સમગ્ર બનાવ બન્યો હતો. ત્યારે બનાવ બન્યો હતો. જો કે પોલીસની ટિમ પર હુમલો થવાની ઘટના સામે આવતા રાજકોટ શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને ગ્રામ્ય પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે. તેમજ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આરોપીને પકડવા ગયેલી પોલીસ ટિમ પર હુમલો
રાજકોટ રૂરલ પોલીસનો સ્ટાફ તેના એક ગુનાના આરોપીની શોધખોળમાં રાજકોટના બેડલા ગામે પહોંચી હતી. એવામાં દેવીપૂજક સમાજના લોકોનું રહેઠાણ હતું, તે વિસ્તારમાં આરોપી હોવાની બાતમી મળતા ત્યાં રૂરલ પોલીસની ટીમ તે વિસ્તારમાં આરોપીની શોધખોળ કરી રહી હતી. બીજી તરફ રાજકોટ એરપોર્ટ પોલીસના પીએસઆઈ વી.સી. પરમાર અને સ્ટાફના કર્મીઓ પણ આ જ વિસ્તારમાં વિજય દેવીપૂજક નામના આરોપીની શોધખોળમાં પહોંચ્યા હતા. તે દરમિયાન રાજકોટ રૂરલ અને એરપોર્ટ બન્ને પોલીસની ટીમ એક જ વિસ્તારમાં આરોપીઓની શોધમાં પહોંચી હોવાની જાણ થઈ હતી.
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાનું 27 સપ્ટેમ્બરથી બે દિવસીય સત્ર મળશે, નવા પ્રધાનમંડળની થશે કસોટી
આરોપી પોલીસને જોઈને ઢોંગ કરવા લાગ્યો