રાજકોટઃ રાજકોટ આમ આદમી પાર્ટી દ્વારા કોરોના કાળમાં પણ કેટલીક ખાનગી શાળાઓ દ્વારા બેફામ ફીની લૂંટ ચલાવામાં આવતી હોવાના કારણે શિક્ષણ અધિકારીને રજૂઆત માટે પહોંચ્યાં હતાં. તે દરમિયાન AAPના કાર્યકર્તાઓ દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવતાં હતાં અને ખાનગી શાળાઓ મુદ્દે શિક્ષણ અધિકારી કામ ન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે વિરોધ દરમિયાન પોલીસ પણ ઘટનાસ્થળે આવી હતી અને 5થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.
રાજકોટમાં DEO કચેરીએ AAPનો વિરોધ, કરાઈ અટકાયત - ફી
કોરોના લોકડાઉન પછી નવું શાળા સત્ર શરુ થયું ત્યારે હોંશે હોંશે ઓનલાઈન શિક્ષણ શરુ થયું. ત્યારે શાળાની સુવિધાઓ વગર પણ શાળા સત્રની સંપૂર્ણ ફીની માગણી સંચાલકોએ કરી અને તે મુદ્દે કોર્ટમાં પણ ગયાં અને સરકારનું પણ નાક દબાવ્યું છે. ઘરાર સરકારને પણ ન ગાંઠતા શાળા સંચાલકોની મનમાની સામે રાજ્યભરમાં વિવિધ રીતે વિરોધ અને રોષ વ્યક્ત થતો રહ્યો છે. રાજકોટમાં આ મુદ્દે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ ડીઈઓ કચેરીએ ભારે હંગામો કર્યો હતો. જોકે પોલીસે આપ કાર્યકરોને ડીટેઇન કરી લીધાં હતાં.
રાજકોટમાં DEO કચેરીએ AAPનો વિરોધ, કરાઈ અટકાયત
ઉલ્લેખનીય છે કે AAPના કાર્યકર્તા દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી તે દરમિયાન યોગ્ય ઉત્તર નહીં મળતાં આપના કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.