રાજકોટ :કોવીડ19ના પોઝિટિવ કેસને લઈને તંત્ર દોડતુ થયુ છે. કોટડાસાંગાણી તાલુકા પંચાયતના કર્મચારીનો રીપોર્ટ પોઝિટિવ આવ્યા ને 7 દિવસ બાદ ફરીથી તાલુકામાં કોવીડ19 ને દેખા દિધી છે જેમા નાના માંડવા ગામેથી ધનજીભાઈ અરજણભાઈ વેકરીયા 74 વર્ષીય વૃધ્ધ 17 તારીખે સુરતના કામરેજ ખાતે ગયા હતા. કામરેજથી 24 તારીખે તેઓ પરીવાર સાથે પરત ફર્યા હતા.
ગામડાઓ પણ કોરોનાની ચપેટમાં, કોટડાસાંગાણીના એક ગામમાં નોંધાયો કોરોના પોઝિટિવ કેસ
ગુજરાતમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે દિનપ્રિત દિન કોરોના કેસની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટના કોટડાસાંગાણીના નાના માંડવા ગામના 74 વર્ષીય વૃધ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતા તેમને સારવાર અર્થ રાજકોટ ખસેડવામાં આવ્યા છે.
etv bharat
સુરતથી પરત ફર્યા બાદ તેમનામા કોવીડ19ના લક્ષણો જોવા મળતા ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ આવ્યો છે. જેને કારણે આરોગ્ય વિભાગ તેમજ તાલુકા તંત્ર નાના માંડવા ખાતે પહોંચી જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ તેમના સંપર્કમાં આવેલા 4 પરિવારને હોમ ક્વોરન્ટાઈન કરવા તેમજ કન્ટેઈન્ટમેન્ટ તેમજ બફર જોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી.