- રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરીમાં વધારો થયો
- 2 દિવસ પહેલા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આધેડની થઈ હત્યા
- ગોવર્ધન ચોક નજીક એક આધેડ સાથે ઝઘડો થતા થઈ હત્યા
રાજકોટ: રંગીલા રાજકોટમાં દિવસેને દિવસે ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સામાન્ય બાબતોમાં પણ હવે લોકોની હત્યા થઈ હોવાની ઘટના રાજકોટમાં સામે આવી રહી છે. રાજકોટમાં 2 દિવસ પહેલા શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ગોવર્ધન ચોક નજીક એક આધેડની પથ્થરના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ મામલે રાજકોટની માલવિયાનગર પોલીસે આરોપીને ઝડપી પાડ્યો છે. આ હત્યાનું કારણ પણ ખૂબ જ ચોંકાવનારું છે, જેમાં રસ્તા પર સુવા જેવી સામાન્ય બાબતમાં આધેડની હત્યા કરવામાં આવી છે.
ગોવર્ધન ચોક નજીક એક આધેડ સાથે ઝઘડો થતા થઈ હત્યા આ પણ વાંચો-અરવલ્લીના મેઘરજમાં ત્રણ બાળકોની હત્યા કરી, પત્નીને કુહાડી ઘા ઝીંકી પતિએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ
રસ્તા પર સુવા જેવી સામાન્ય બાબતમાં હત્યા
આ અંગે મળતી માહિતી અનુસાર, 150 ફૂટ રિંગ રોડની ફૂટપાથ પર શનિવારે રાતે દિનેશભાઈ ઉર્ફે જેનાભાઈ પોપટભાઈ સરમાળી નામના આધેડ સુતા હતા. તેવામાં અહીંથી પસાર થતા જયંતિ જોટાણિયા નામનો શખ્સ સાથે રસ્તા પર સુવા બાબતે માથાકૂટ સર્જાઈ હતી. તે દરમિયાન જયંતિએ ઉશ્કેરાઈની આધેડની પથ્થરના ઘા મારીને હત્યા કરી નાખી હતી. ત્યારબાદ આરોપી ઘટના સ્થળેથી ભાગી છૂટ્યો હતો. જોકે, જયંતિને હત્યા કરતા અહીંથી પસાર થતા રાહદારીઓએ જોયો હતો, જેના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ તેની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો-ભાદરણમાં NRIના મકાનની રખેવાળી કરતા આધેડની હત્યા, રાત્રે અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો
ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ
રાજકોટના આંબડેકરનગર વિસ્તારની નજીકમાં આધેડની હત્યાની જાણ થતાં તાત્કાલિક માલવિયાનગર પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. તેમ જ આ મામલે વધુ તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન સામે આવ્યું હતું કે, આ હત્યાનો બનાવ એક રાહદારીએ નજરે જોયો હતો અને તેને આરોપીને ભાગતા પણ જોયો હતો, જેના આધારે માલવિયાનગર પોલીસ દ્વારા આરોપીને ગણતરીના જ કલાકોમાં ઝડપી પાડ્યો હતો. હાલ સમગ્ર મામલે માલવીયાનગર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે.