ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજકોટમાં 6 મહિનાના બાળકે કોરોનાનો હરાવ્યો, માતાએ ખુશી વ્યક્ત કરી - રાજકોટમાં કોરોનામુક્ત

રાજકોટ ખાતે રમીઝ ઇબ્રાહિમનો 6 મહિનાનો પુત્ર રુહાન કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ બાદ, તેમના માતાપિતા પણ સંક્રમિત થતા ત્રણેયને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાગબાદ. યોગ્ય સારવાર મળતા આજે 6 મહિનાના બાળક સહિત માતાપિતાનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

રાજકોટમાં 6 મહિનાના બાળકે કોરોનાનો હરાવ્યો, માતાએ ખુશી વ્યક્ત કરી
રાજકોટમાં 6 મહિનાના બાળકે કોરોનાનો હરાવ્યો, માતાએ ખુશી વ્યક્ત કરી

By

Published : May 9, 2021, 4:52 PM IST

  • રાજકોટમાં માતાપિતા સહિત 6 મહિનાનો બાળક પણ કોરોના પોઝિટિવ
  • 6 મહિનાના રુહાન સહિત તમામે કોરોનાને હરાવ્યો
  • માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ રાખવા માતાની અપીલ
    રાજકોટમાં 6 મહિનાના બાળકે કોરોનાનો હરાવ્યો, માતાએ ખુશી વ્યક્ત કરી

રાજકોટઃ ગોંડલ રોડ પર પી એન્ડ ટી કોલોની ખાતે રહેતા રમીઝ ઇબ્રાહિમનો 6 મહિનાનો પુત્ર રુહાન કોરોના પોઝિટિવ આવ્યો હતો. 6 મહિનાના બાળકને કોરોના પોઝિટિવ આવતા પરિવારના તમામ સભ્યો ચિંતામાં આવી ગયા હતા. આ સાથે, રુહાનના માતા પિતાને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ, બાદ પરિવારના સભ્યોની કોરોના સારવાર શરૂ કરવામાં આવી હતી. હાલ, 6 મહિનાનો રુહાન અને તેના માતાપિતા તમામ કોરોનામુક્ત થયા છે. જોકે, 6 મહિનાના રુહાનને કોરોના નેગેટિવ આવતા પરિવારજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.

આ પણ વાંચો:રાજકોટ સમરસ કોવિડ સેન્ટરમાં દર્દીઓ ઝુમ્યા ગિટારના તાલે

માતાપિતા સાથે 6 મહિનાનું બાળક પણ પોઝિટિવ

6 મહિનાના રુહાનને કોરોના પોઝિટિવ આવતા તેની માતા સહિતના પરિવારના સભ્યો ખૂબ જ આઘાતમાં સરી પડ્યા હતા. 6 મહિનાના બાળક સાથે તેના માતાપિતાને પણ કોરોના પોઝિટિવ આવતા પરિવારના અન્ય સભ્યોમાં પણ ડરનો માહોલ છવાયો હતો. પરંતુ, 18 એપ્રિલથી 2 માર્ચ સુધી 6 મહિનાનું બાળક અને માતા પિતા તમામ લોકો હોમ આઇસોલેટ થયા હતા અને આ બાદ, સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરાવી હતી. ત્યારબાદ, સારવાર કરાતા તમામ પરિવારના સભ્યો નેગેટિવ આવ્યા હતા.

આ પણ વાંચો:રાજકોટની કેન્સર કોવિડ હોસ્પિટલમાં મહિલાએ આપી કોરોનાને મ્હાત

6 મહિનાના રુહાનની માતાએ લોકોને કરી અપીલ

6 મહિનાના રુહાનને પોઝિટિવ આવતા તેની માતાને સૌથી વધુ ચિંતા હતી. જોકે, રુહાનને યોગ્ય સારવાર મળી જતા તેણે કોરોનાને હરાવ્યો હતો. જેને લઈને તેની માતા સાનોબારબેને લોકોને અપીલ કરી હતી કે, કોરોનાની સમયસર સારવાર અને પોઝિટિવ વાતાવરણ અને માસ્ક તેમજ સોશિયલ ડિસ્ટન્સ સાથે મેં અને મારા 6 મહિનાના બાળકે કોરોનાને મ્હાત આપી છે.

ABOUT THE AUTHOR

...view details