- રાજકોટમાંથી રિક્ષાઓ ચોરનાર ઝડપાયો
- માંગરોળની પોલીસે પકડ્યો રિક્ષા ચોર
- રિક્ષા ચોરવા ક્યારેક હિન્દુ બની જતો તો ક્યારેક મુસ્લિમ
માંગરોળઃ રાજકોટમાં રિક્ષાઓ ચોરનાર ઇસમ અંગે જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસને બાતમી મળી હતી કે માંગરોળના ચારાબજારમાં રહેતા ઇમરાન ઉર્ફે મૂકો ઇસુબ શેખ પોતાના ઘરે ચોરી કરેલા વાહનો રાખે છે. બાતમીના આધારે માંગરોળના પીએસઆઈ સોલંકી અને તેમની ટીમે આરોપીના ચારાબજારના તેના ઘરે કોમ્બિંગ કર્યું હતું. સમગ્ર તપાસ દરમિયાન ઇમરાન પાસેથી નંબર પ્લેટ વિનાની ત્રણ ઓટો રિક્ષાઓ મળી આવી હતી. કુલ રુપિયા ત્રણ લાખની કીમતની ત્રણ રિક્ષાઓ પોલીસે મુદ્દામાલ તરીકે જપ્ત કરી હતી.