- દિવાળીના તહેવારને લઇ રાજકોટ એસટી ડેપોનો મહત્વનો નિર્ણય
- જરૂરિયાત મુજબ વધારાની બસ દોડાવાશે
- હાલ 15 એકસ્ટ્રા બસ શરૂ કરાઇ
દિવાળીના પર્વને અનુલક્ષી રાજકોટ એસટી ડિવિઝન દ્વારા 15 એકસ્ટ્રા બસ શરૂ કરાઇ - દિવાળીના તહેવારને લઇ સરકારી બસની સુવિધા
દિવાળીના તહેવારને લઈને પ્રવાસીઓને હાલાકી ન ભોગવવી પડે તે માટે રાજકોટ ડિવિઝન દ્વારા જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને આજથી આ વધારાની બસો અલગ-અલગ રૂટ પર શરૂ કરવામાં આવી છે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે પ્રવાસીઓ બસમાં બેસે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે.
Rajkot St depot
રાજકોટઃ દિવાળીના તહેવારને લઈને રાજકોટ ડિવિઝન દ્વારા જરૂરિયાત મુજબ વધારાની બસો દોડાવવનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને આજથી આ વધારાની બસો અલગ-અલગ રૂટ પર શરૂ કરવામાં આવી છે.