ગુજરાત

gujarat

ETV Bharat / city

Yoga On Road જુઓ સંન્યાસીનું યોગ પ્રત્યેનું ઝનુન ઝારખંડના મુનીન્દ્ર ભગતે માર્ગ પર કર્યા યોગ - જૂનાગઢ રસ્તા પર યોગા

યોગ પ્રત્યેની કટિબદ્ધતાનું શ્રેષ્ઠ અને સર્વોત્તમ ઉદાહરણ જૂનાગઢના (Yoga On Road At Junagadh) માર્ગ પર આજે જોવા મળ્યું વાત છે. ઝારખંડના મુનીન્દ્ર ભગતની સન્યાસી તરીકે જીવન જીવતા મુનિન્દ્ર ભગત (Hermit Yoga At Junagadh) સોમનાથ દર્શન કરીને જૂનાગઢ આવ્યા છે સમય મળતા જ રેલવે સ્ટેશન નજીકથી પસાર થતા જાહેર માર્ગ પર મુનિન્દ્ર ભગત યોગના આવનવા કરતબ કરતા જોવા મળતા હતા

Yoga On Road જુઓ સંન્યાસીનું યોગ પ્રત્યેનું ઝનુન ઝારખંડના મુનીન્દ્ર ભગતે માર્ગ પર કર્યા યોગ
Yoga On Road જુઓ સંન્યાસીનું યોગ પ્રત્યેનું ઝનુન ઝારખંડના મુનીન્દ્ર ભગતે માર્ગ પર કર્યા યોગ

By

Published : May 21, 2022, 10:59 PM IST

જૂનાગઢ:યોગ પ્રત્યેની કટિબદ્ધતા શું હોઈ શકે યોગ ને લઈને સન્યાસીનું જીવન (Life Of Hermit At Junagadh) કેવું હોવું જોઈએ તેનું શ્રેષ્ઠ અને સર્વોત્તમ ઉદાહરણ આજે જૂનાગઢના જાહેર માર્ગ પર જોવા મળ્યું હતું. મૂળ ઝારખંડના મુનીન્દ્ર ભગત (Hermit Yoga At Junagadh) હાલ સંન્યાસી જીવન જીવી રહ્યા છે. તેઓ સોમનાથ દર્શન (Yoga On Road At Junagadh) કરીને પરત જુનાગઢ ફર્યા હતા. આ સમયે રેલવે સ્ટેશન નજીક આવેલા જાહેર માર્ગ પર મુનિન્દ્ર ભગત પોતાના યોગના ઝનુનને લઇને યોગ કરતા જોવા મળ્યા હતા. યોગ માસ્ટરને પણ પરસેવો છોડાવી દે તે પ્રકારના યોગના (Importance of Yoga) અભ્યાસ સન્યાસી મુનીન્દ્ર ભગત જૂનાગઢના જાહેર માર્ગ પર કરતા જોવા મળ્યા હતા.

Yoga On Road જુઓ સંન્યાસીનું યોગ પ્રત્યેનું ઝનુન ઝારખંડના મુનીન્દ્ર ભગતે માર્ગ પર કર્યા યોગ

આ પણ વાંચો:Traffic Constable Fundraising : યુવતીની આજીજી છતાં ટ્રાફિક કોન્સટેબલ ના માન્યો, લાગી હાય...

લોકો પણ ચોંકી ગયા: આ પ્રકારના યોગ નિદર્શન કરીને મુનીન્દ્ર ભગતે પોતાની યોગ પ્રત્યેની સાધના અને પ્રતિબદ્ધતા ને લોકો સુધી પહોંચાડી હતી. અહીંથી પસાર થતા પ્રત્યેક લોકો મુનીન્દ્ર ભગતને યોગ કરતા જોઇને દંગ પણ રહી ગયા હતા. મુનીન્દ્ર ભગતને યોગનો વારસો તેમના પિતાજી તરફથી મળ્યો હોવાનું વાતચીતમાં જણાવ્યું હતું. મુનીન્દ્ર ભગત શિર્ષાસન મયૂરાસન સહિત ખૂબ મુશ્કેલ કહી શકાય તેવા યોગના અભ્યાસો જાહેર માર્ગ પર કરતા જોવા મળતા હતા. યોગને લઈને તેઓ માની રહ્યા છે કે પ્રત્યેક વ્યક્તિએ શારીરિક શ્રમ થકી શરીરને નિરોગી રાખવું જોઈએ.

Yoga On Road જુઓ સંન્યાસીનું યોગ પ્રત્યેનું ઝનુન ઝારખંડના મુનીન્દ્ર ભગતે માર્ગ પર કર્યા યોગ

આ પણ વાંચો:ઈકો સેલે 100થી વધારે વિવર્સને ચૂનો લગાવનાર મુખ્ય સુત્રધારને ઝડપી પાડ્યો, જાણો આખો કેસ

સમય સ્થળ મહત્ત્વના નથી:આ વિચારને કારણે જ તેઓ સતત યોગ અભ્યાસ કરી રહ્યા છે અને યોગ અભ્યાસ માટે સમય અને સ્થળ તેના માટે ક્યારેય મહત્વના રહ્યા નથી. જ્યારે પણ યોગ કરવાની ઈચ્છા થાય તે સમયે અને સ્થળે મુનીન્દ્ર ભગત યોગ અભ્યાસમાં તલ્લીન બની જાય છે. ભારતને યોગીઓ નો દેશ પણ માનવામાં આવે છે. ત્યારે મુનીન્દ્ર ભગતે જૂનાગઢના જાહેર માર્ગો પર યોગના અભ્યાસ કરીને શા માટે ભારત ને યોગીઓનો દેશ કહેવામાં આવે છે. તેનુ આદર્શ અને ઉત્તમ દૃષ્ટાંત પૂરું પાડ્યું હતું

ABOUT THE AUTHOR

...view details