જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં મહિલા દિવસ (Women's Day 2022)ની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજના દિવસે NCP મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ (President of NCP Mahila Morcha Gujarat) રેશમા પટેલે રાજકીય ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી પુરુષની બરોબર બને તે માટે વિધાનસભા, સંસદ સહિત રાજકીય ક્ષેત્રોમાં મહિલાઓને 50 ટકા અનામત (women's reservation in politics) આપવામાં આવે તેવી માંગ કરી હતી.
રેશ્મા પટેલે રાજકીય ક્ષેત્રમાં મહિલાઓને 50 ટકા અનામત આપીને સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે તેવી માંગ કરી છે. રાજકીય ક્ષેત્રે મહિલાઓને 50 ટકા અનામત આપવામાં આવે
રેશમા પટેલ માની રહ્યા છે કે, ભારતમાં ખાસ કરીને રાજકીય ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી (Women Participation In Politics In India) ખૂબ ઓછી જોવા મળે છે. રાજકીય ક્ષેત્રમાં પણ મહિલાઓની ઉપસ્થિતિ (Women In Indian Politics) જોવા મળે તેને ધ્યાને લઇને ધારાસભ્ય સાંસદ સહિત તમામ રાજકીય ક્ષેત્રમાં મહિલાઓને 50 ટકા અનામત આપીને સાચા અર્થમાં મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે તેવી માંગ કરી છે.
આ પણ વાંચો:PM મોદી કહ્યું- "સરકાર સન્માન અને તકો પર વિશેષ ભાર આપીને મહિલા સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે"
50 ટકા મહિલા અનામતને લઇને આજથી શરૂ કરશે મુહિમ
આજથી રેશમા પટેલ રાજકીય ક્ષેત્રમાં 50 ટકા મહિલા અનામતની મુહિમ (campaign for women reservation in politics)ની શુભ શરૂઆત કરી રહ્યા છે. આ મુહિમ આગામી દિવસોમાં આંદોલનનું રૂપ ધારણ કરશે તેવું રેશમા પટેલ માની રહ્યા છે. તેમણે ભાજપની મહિલાઓને લઈને બેધારી નીતિની ભારોભાર ટીકા કરી હતી. ભાજપ જેવા રાજકીય પક્ષમાં મહિલાઓ (Women Leaders In BJP)નો રાજકીય દુરુપયોગ થઈ રહ્યો છે અને મહિલાઓને પદ આપવામાં ભાજપ આજે પણ નાનપ અનુભવી રહ્યું છે. વિધાનસભાથી લઈને પાર્લામેન્ટ સુધી ભાજપની સરકારો સત્તાસ્થાને બેઠેલી છે. ત્યારે મહિલા અનામતને લઈને ભાજપ સરકાર કાયદો બનાવે તેવી માંગ પણ રેશમા પટેલે કરી છે.
આ પણ વાંચો:Women’s Day 2022 : ભાવનગરમાં મહિલાએ સમાજના બાળકોનો માટે જીવન સમર્પિત કરી દીધું.! "આધુનિક મહિલાને પણ કેળવણીની સલાહ"
કોંગ્રેસ સેવાદળની મહિલાઓને અટકાવવાના પ્રયાસને વખોડ્યો
ગાંધીનગરમાં રાજ્ય સરકારની વિરુદ્ધ આજે કોંગ્રેસ સેવાદળની મહિલાઓ (congress seva dal women) મહિલાઓને થઈ રહેલા અત્યાચારોને લઈને પ્રદર્શન કરવા જઈ રહી હતી. તેને અટકાવવાના અને ઘર્ષણના પ્રયાસને પણ રેશમા પટેલે વખોડ્યો હતો અને જણાવ્યું હતું કે, મહિલા દિવસ નિમિત્તે ગુજરાતની મહિલાઓ પોતાના હક અને અધિકાર માંગવા માટે સરકાર સુધી ન પહોંચી શકતી હોય તો આનાથી બીજું મહિલાઓનું અપમાન શું હોઈ શકે? તેમ જણાવીને તેમણે ભાજપ સરકારની મહિલા નીતિઓ પર ચાબખા માર્યા હતાં.