ગુજરાત

gujarat

ETV Bharat / city

ભીમે એવું શું કર્યું કે એકાદશી તેના નામે ઓળખાઈ ભીમ અગિયારસ? જાણો આજે કેરી ખાવાનું શું છે મહત્ત્વ - નિર્જલા એકાદશી

આદિકાળથી હિન્દુ ધર્મગ્રંથોમાં ભારતની પ્રાચીન પરંપરાઓમાં નિર્જળા એકાદશી એટલે કે ભીમ અગિયારસનું ખૂબ જ મહત્વ આંકવામાં આવ્યું છે. આજના દિવસે કરવામાં આવેલા ઉપવાસથી સમગ્ર વર્ષ દરમિયાન કરવામાં આવેલા તપ વ્રત અને ઉપવાસનું એક સાથે શુભ ફળ મળતું હોવાની માન્યતા છે. આપણી ધાર્મિક અને પ્રાચીન માન્યતા અનુસાર આજે ભીમ અગિયારસની ધાર્મિક પૂજન સાથે ઉજવણી કરાઇ રહી છે.

ભીમે એવું શું કર્યું કે એકાદશી તેના નામે ઓળખાઈ ભીમ અગિયારસ? જાણો આજે કેરી ખાવાનું શું છે મહત્ત્વ
ભીમે એવું શું કર્યું કે એકાદશી તેના નામે ઓળખાઈ ભીમ અગિયારસ? જાણો આજે કેરી ખાવાનું શું છે મહત્ત્વ

By

Published : Jun 2, 2020, 5:02 PM IST

Updated : Jun 2, 2020, 5:28 PM IST

જૂનાગઢઃ આજે ભીમ અગિયારસનું પાવન પર્વ ઊજવવામાં આવી રહ્યું છે. હિન્દુ પંચાગમાં બાર માસ દરમિયાન વિવિધ એકાદશીઓ આવતી હોય છે. જે પૈકીની નિર્જળા એટલે કે ભીમ એકાદશીને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. હિંદુ પંચાંગ અનુસાર જેઠ મહિનાના સુદ પક્ષમાં આવતી અગિયારસને ભીમ અગિયારસ તરીકે સદીઓથી ઉજવવામાં આવી રહી છે. હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળતી પરંપરા મુજબ સરભંગ ઋષિની આજ્ઞાથી મહાબલિ ભીમે એકાદશીનો ઉપવાસ કરીને સૌ કોઈને ચોંકાવી દીધા હતાં. ભીમને ભોજન વિના એક પળ પણ ચાલે નહીં તેમ છતાં તેણે એક દિવસ ભોજન લીધાં વિના ભૂખ્યાંતરસ્યા ભગવાન મહાદેવની સ્તુતિ કરી હતી ત્યારથી નિર્જળા એકાદશીને ભીમ અગિયારસ તરીકે ઉજવવામાં આવે છે.

ભીમે એવું શું કર્યું કે એકાદશી તેના નામે ઓળખાઈ ભીમ અગિયારસ? જાણો આજે કેરી ખાવાનું શું છે મહત્ત્વ
આજના દિવસે હિન્દુ ધર્મના મંદિરો અને ધાર્મિક સ્થાનોમાં ભગવાન મહાવિષ્ણુનું પૂજન થાય છે અને તેમને ભોગ પણ ધરવામાં આવે છે. આજના દિવસે ભગવાનને ભોગ ધરાવવા માટે કેરીનું વિશેષ મહત્ત્વ જોવા મળે છે. આજના દિવસે કેરીનું દાન કરવાનો મહિમા પણ અપરંપાર છે અને આજના દિવસે કેરીને ભોજન પ્રસાદ તરીકે ગ્રહણ કરવાનું વિશેષ મહત્ત્વ પણ આપણાં ધર્મગ્રંથોમાં આલેખવામાં આવ્યું છે. જેને લઈને આજના દિવસે ભગવાન વિષ્ણુને કેરીનો ભોગ ધરવામાં આવ્યો હતો. આજની એકાદશીનું વ્રત કરવાથી મનોકામના પૂર્ણ થાય છે સાથે સાથે કષ્ટ દૂર થવાની માન્યતા પણ છે. આજના દિવસે ભગવાન મહાવિષ્ણુની પૂજા કરવાથી અનેકગણું પુણ્ય મળતું હોવાનો ઉલ્લેખ આપણાં હિન્દુ શાસ્ત્રો અને ધર્મગ્રંથોમાં જોવા મળે છે. આજના દિવસે પરણીને સાસરે ગયેલી દીકરીને માવતર તેમના ઘેર બોલાવે છે અને તેને આમ્રફળ એટલે કે કેરીનું ભોજન ગ્રહણ કરાવીને ભેટ પૂજામાં કેરીનું દાન કરવાનું વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે.
ભીમે એવું શું કર્યું કે એકાદશી તેના નામે ઓળખાઈ ભીમ અગિયારસ? જાણો આજે કેરી ખાવાનું શું છે મહત્ત્વ
Last Updated : Jun 2, 2020, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details