- ભારતીય સેનામાં 17 વર્ષ બાદ નિવૃત્ત થયેલા જવાન પહોંચ્યા જૂનાગઢ
- જૂનાગઢમાં સેના નાયક ભરત બરાડીયાનું કરાયું ભવ્ય સ્વાગત
- નિવૃત્ત જવાન ભરત બરાડીયા 11મી જીએનડીઆર રેજિમેન્ટમાં ફરજ બજાવતા હતા
જૂનાગઢઃ ભારતીય સેનામાં 17 વર્ષ સુધી યશસ્વી દેશસેવા પૂર્ણ કરીને જૂનાગઢના ભરત બરાડીયા નામના નાયક સૈનિક નિવૃત્ત થતા તેઓ પોતાના વતન જૂનાગઢ પરત આવ્યા હતા. અહીં જૂનાગઢ પૂર્વ સૈનિક સંગઠન અને તેમના પરિવારજનોએ તેમનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કર્યું હતું. 17 વર્ષ સુધી દેશસેવા કરીને પરત ફરેલા ભારત બરાડીયા નામના નાયક સૈનિકને આવકારવા પરિવારની સાથે આસપાસમાં રહેતા તમામ લોકો પણ આવ્યા હતા.
જૂનાગઢમાં પૂર્વ સૈનિક સંગઠન સેવા નિવૃત્ત સૈનિકોનું કરે છે સન્માન
જૂનાગઢમાં કેટલાક વર્ષોથી પૂર્વ સૈનિકો દ્વારા સૈનિક સન્માન સંગઠન ઊભું કરવામાં આવ્યું છે આ સંગઠન દ્વારા નિવૃત્ત થયેલા સૈનિકોને લઈને વિવિધ કાર્યક્રમો કરવાની શરૂઆત કરી છે. આમાં ભારતીય સેનામાં સેવાનિવૃત્ત બનીને પરત ફરતા સૈનિકનું ભારે ઉષ્માભેર સ્વાગત કરવામાં આવે છે. આ સાથે તેમની દેશસેવાને વધાવી લેવામાં આવે છે.