ગુજરાત

gujarat

ETV Bharat / city

ગિરનાર પર્વત પર પગના પંજા પર બેસી માતાજીની ભક્તિ કરનારા સંન્યાસીનો વીડિયો વાઈરલ - સોશિયલ મીડિયા

ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં એક સંન્યાસીએ પગના પંજા પર બેસીને મા અંબા સમક્ષ યોગ સાધના કરી રહ્યા છે. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. આ સંન્યાસીએ પગના પંજા પર સાધના કરીને યોગમાં તેની મહારત પૂરવાર કરી હતી.

xz
xsz

By

Published : Dec 1, 2020, 1:35 PM IST

  • યોગ સાધનામાં મહારત મેળવેલા સંન્યાસીનો અદભુત વીડિયો
  • અંબાજી મંદિરમાં સંન્યાસીનો યોગ સાધના કરતો વીડિયો વાઈરલ
  • સંન્યાસી પગના પંજા પર યોગ સાધના કરતા હોય તેવો વીડિયો
  • પ્રખર યોગ સાધના અને અંતે આ પ્રકારને યોગ પારંગતતા મળતી હોય છે
  • સાધના કરતા સંન્યાસીનો અદભુત વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ

જૂનાગઢઃ આજે ગિરનાર પર્વત પર મા અંબાજીના મંદિરમાં એક સંન્યાસી પગના પંજા પર બેસીને યોગ સાધના કરવામાં આવતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સંન્યાસીએ મા અંબાજીના મંદિર પર પગના પંજા પર આસન ધારણ કરીને યોગની મહારત શું છે અને યોગ દ્વારા શરીરને કેવા પ્રકારે પારંગત બનાવી શકાય તેનું અદ્ભુત ઉદાહરણ સંન્યાસીએ પૂરું પાડ્યું હતું. યોગ સાધનાનો આ અદભુત વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ગિરનાર પર્વત પર પગના પંજા પર બેસી માતાજીની ભક્તિ કરનારા સંન્યાસીનો વીડિયો વાઈરલ
યોગ સાધનાના વીડિયો જોયા બાદ દર્શકોએ ઘરે પ્રયોગ કરવો હિતાવહ નહીંજે પ્રકારે સન્યાસી પગના પંજા પર આસન લગાવીને યોગ સાધના કરી રહ્યા છે તે મુજબ કોઈ પણ વ્યક્તિએ પારંગતતા મેળવ્યા વગર આવી અઘરી કહી શકાય તેવી યોગ સાધના કરવાથી દૂર રહેવું જોઈએ તેવું ઈટીવી ભારત આપને અપીલ કરી રહ્યું છે. જે સંન્યાસી યોગ સાધના કરી રહ્યા છે તે તેની વર્ષો બાદ યોગની પારંગતતા મેળવ્યા પછી આ પ્રકારનું આસન લગાવવા માટે સમર્થ બન્યા હશે ત્યારે કોઈ પણ દર્શકે આ વીડિયો જોયા પછી યોગ સાધના નહીં કરવાનું હિતાવહ માનવું.

ABOUT THE AUTHOR

...view details