ગુજરાત

gujarat

ETV Bharat / city

રાણકદેવી મહેલ સહિતના વિવિધ મુદ્દાઓને લઇને જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે ફટાકડા પર હિંદુ દેવીદેવતાઓના ફોટાને દૂર કરવા તેમ જ ઉપરકોટના કિલ્લામાં રાણકદેવીના મહેલને પુનઃ સ્થાપિત કરવાવી માગ સાથેનું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કર્યું હતું. રાણકદેવીના મહેલને કેટલાક લોકો જુમ્મા મસ્જિદ તરીકે ઓળખાવતાં વિવાદ થઈ રહ્યો છે.

રાણકદેવી મહેલ સહિતના વિવિધ મુદ્દાઓને લઇને જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે કલેકટરને આવેદનપત્ર આપ્યું
રાણકદેવી મહેલ સહિતના વિવિધ મુદ્દાઓને લઇને જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે કલેકટરને આવેદનપત્ર આપ્યું

By

Published : Nov 7, 2020, 4:56 PM IST

  • જૂનાગઢ વિશ્વ હિન્દુ પરિષદે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
  • ઉપરકોટના કિલ્લામાં રાણકદેવીના મહેલને પુનઃ સ્થાપિત કરવા માગણી
  • ફટાકડા પર હિંદુ દેવીદેવતાઓના ફોટાને દૂર કરવાની માગણી

જૂનાગઢઃ વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા આજે શનિવારે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં માગ કરવામાં આવી હતી કે, ફટાકડા પર હિંદુ દેવીદેવતાઓના ફોટા અને ચિત્રણ કરવામાં આવે છે. જેને તાકીદે દૂર કરી અને આવા ફટાકડા કે ચિત્રનો કોઈ ઉપયોગ કરતાં હોય તેની સામે પોલીસે ફરિયાદી બનીને આવા લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવો જોઇએ. આ સાથે ઉપરકોટમાં આવેલા રાણકદેવીના મહેલને કેટલાક લોકો જુમ્મા મસ્જિદ તરીકે પણ ગણાવી રહ્યાં છે, ત્યારે રાણકદેવીના મહેલને તે જ નામે પુનઃસ્થાપિત કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

રાણકદેવીના મહેલને કેટલાક લોકો જુમ્મા મસ્જિદ તરીકે ઓળખાવતાં વિવાદ થઈ રહ્યો છે
  • પોલીસ ફરિયાદી બને અને પગલાં લે તેવી માગણી

ફટાકડાઓ પર હિન્દુ દેવી દેવતાઓના ચિત્રને ફોટાઓ લગાવવામાં આવે છે તેની સામે વિશ્વ હિન્દુ પરિષદે સ્પષ્ટ વિરોધ નોંધાવ્યો હતો અને જણાવ્યું હતું કે, આવા ફટાકડાનું વેચાણ બનાવટ અને ફોડનાર દરેક વ્યક્તિ વિરુદ્ધ પોલીસ પોતે ફરિયાદી બનીને તમામ લોકો સામે કાયદાકીય રીતે પગલાં ભરે. ગત કેટલાય સમયથી આ પ્રકારે દર વર્ષે અને ખાસ કરીને દિવાળીના દિવસોમાં જોવા મળતું હોય છે, પરંતુ હજુ સુધી કોઇ નિરાકરણ આવ્યું નથી ત્યારે આજે શનિવારે વિશ્વ હિન્દુ પરિષદે તાકીદે ઘટતું કરવાની માગ કરી હતી.

  • રાણકદેવીના મહેલને જુમ્મા મસ્જિદ તરીકે ખપાવતાં વિશ્વ હિન્દુ પરિષદ નોંધાવ્યો ઉગ્ર વિરોધ

જૂનાગઢમાં રાનવઘણ દ્વારા સ્થાપિત ઉપરકોટના કિલ્લામાં રાણકદેવીનો મહેલ આવેલો છે હાલ ઉપરકોટના કિલ્લાને રિનોવેશન કામ થઇ રહ્યું છે, ત્યારે કેટલાક લોકો રાણકદેવીના મહેલને જુમ્મા મસ્જિદ તરીકે પણ ગણાવી રહ્યાં છે. વિશ્વ હિન્દુ પરિષદ જૂનાગઢ દ્વારા આ મામલે પણ વિરોધ પ્રદર્શિત કરાયો હતો અને કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે લોકો રાણકદેવીના મહેલને જુમ્મા મસ્જિદ તરીકે ખપાવી રહ્યાં છે. જેનો અમે ઉગ્ર અને સ્પષ્ટ વિરોધ કરીએ છીએ અને જે રાણકદેવીનો મહેલ છે તેને રિનોવેશન બાદ પણ રાણકદેવીના મહેલ તરીકે જ પુનઃસ્થાપિત કરવામાં આવે. જો રાજ્ય સરકાર સમગ્ર મામલે ઘટતું નહીં કરે તો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ઉપરકોટના કિલ્લામાં પ્રતીક ધરણા અને ઉપવાસ આંદોલન પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details