ગુજરાત

gujarat

ETV Bharat / city

દામોદર કુંડના અસ્વચ્છ પાણીથી ભાવિકોની આસ્થા જોખમાઈ, મેયરે ઘટતું કરવાની બાહેંધરી આપી

આગામી થોડા જ સમયમાં દામોદર કુંડમાં સતત ચોખ્ખું અને સ્વચ્છ પાણી જળવાઈ રહે તે માટે જૂનાગઢ મનપા તંત્રએ એક્શન પ્લાન હાથ પર લીધો છે અને આગામી દિવસોમાં તેનો અમલ પણ થવા જઈ રહ્યો છે, જેને કારણે થોડા મહિના બાદ પવિત્ર દામોદર કુંડમાં વર્ષ દરમિયાન સ્વચ્છ અને ચોખ્ખું પાણી સતત વહેતું જોવા મળશે અને ભાવિકો પોતાની આસ્થા અને ધર્મ મુજબ ધાર્મિક વિધિ વિધાન કરીને પુણ્યનું ભાથું પણ બાંધતા જોવા મળશે.

દામોદર કુંડ
દામોદર કુંડ

By

Published : Feb 8, 2021, 2:15 PM IST

  • ગિરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડમાં અસ્વચ્છ પાણીથી ભાવિકોની ધાર્મિક આસ્થાને પહોંચી ઠેસ
  • જૂનાગઢના મેયરે દામોદર કુંડમાં સ્વચ્છ પાણી સતત વહેતું રહે તે માટે આપી ખાતરી
  • આગામી દિવસોમાં દામોદર કુંડમાં સ્વચ્છ પાણી જોવા મળે તેને લઈને જૂનાગઢ મનપા બનાવશે એક્શન પ્લાન

જૂનાગઢ: અતિ પ્રાચીન ધાર્મિક મહત્વ ધરાવતા ગિરનારની તળેટીમાં આવેલા દામોદર કુંડનું અસ્વચ્છ બની રહેલું પાણી ભાવિકોની ધાર્મિક આસ્થાને ઠેસ પહોંચાડી રહ્યું છે. સમગ્ર મામલાને લઈને ETV ભારતે જૂનાગઢ મનપાના સત્તાધીશોનો સંપર્ક કર્યો હતો. મેયરે અસ્વચ્છ પાણીને લઇને પોતાની દિલગીરી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, આગામી થોડા જ સમયમાં દામોદર કુંડમાં સતત ચોખ્ખું અને સ્વચ્છ પાણી જળવાઈ રહે તે માટે જૂનાગઢ મનપા તંત્રએ એક્શન પ્લાન હાથ પર લીધો છે અને આગામી દિવસોમાં તેનો અમલ પણ થવા જઈ રહ્યો છે, જેને કારણે થોડા મહિના બાદ પવિત્ર દામોદર કુંડમાં વર્ષ દરમિયાન સ્વચ્છ અને ચોખ્ખું પાણી સતત વહેતું જોવા મળશે અને ભાવિકો પોતાની આસ્થા અને ધર્મ મુજબ ધાર્મિક વિધિ વિધાન કરીને પુણ્યનું ભાથું પણ બાંધતા જોવા મળશે.

અસ્વચ્છ પાણી
અસ્વચ્છ પાણી
દામોદર કુંડમાં અસ્વચ્છ પાણીથી ભાવિકોની લાગણીને પહોંચી ઠેસ

ગિરનારની ગોદમાં અને ભવનાથની તળેટીમાં આવેલા અતિપ્રાચીન અને ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવતા પવિત્ર દામોદર કુંડમાં અસ્વચ્છ પાણીને લઇને અહીં આવતા શ્રદ્ધાળુઓ અને ભાવિકોની લાગણીઓ દુભાઈ રહી છે જે પ્રકારે દામોદર કુંડમાં પાણી સતત અસ્વચ્છ અને ગંદુ બની રહ્યું છે, તેને લઈને ETV ભારતે પોતાની સામાજિક જવાબદારી નિભાવીને જૂનાગઢ મનપાના સત્તાધીશોને સમગ્ર મામલાને લઈને સવાલો કર્યા હતા. ETV ભારત સમક્ષ જૂનાગઢ મનપાના મેયર ધિરુભાઈ ગોહેલે અસ્વચ્છ પાણીને લઇને પોતાની દિલગીરી વ્યક્ત કરી હતી અને જે ભાવિ ભક્તોની લાગણીને ઠેસ પહોંચી છે તેને લઈને દરગુજર કરવાની વિનંતી કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં જૂનાગઢ મનપા દામોદર કુંડમાં સ્વચ્છ પાણી સતત વહેતું રહે તેને લઈને એકશન પ્લાન બનાવી રહી છે અને આગામી દિવસોમાં દામોદર કુંડમાં વર્ષ ભર સ્વચ્છ પાણી જોવા મળે કેવું પ્લાનિંગ શરૂ કરી દીધું છે અને આગામી દિવસોમાં તેમનો અમલ પણ થતો જોવા મળશે.

દામોદર કુંડના અસ્વચ્છ પાણી
અસ્વચ્છ પાણી
દામોદર કુંડ
ગિરનારની તળેટીમાં આવેલો પવિત્ર દામોદર કુંડ

દામોદર કુંડનો ઉલ્લેખ હિન્દુ ધર્મના મોટાભાગના શાસ્ત્રોમાં કરવામાં આવ્યો છે, દામોદર કુંડ અતિપ્રાચીન મહત્વ ધરાવે છે. અહીં ભક્ત કવિ નરસિંહ મહેતા નિત્યક્રમે સ્નાન માટે આવતા હતા. તેમજ આપણા ધર્મગ્રંથો મુજબ જોવા જઈએ તો ભગવાન શ્રીકૃષ્ણનો મિલાપ પણ તેમને અહીં જ થયો છે. વધુમાં આ એજ દામોદર કુંડ છે કે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણનું પિંડદાન કરવામાં આવ્યું હોય તેવા ધાર્મિક મહત્વ સમાન આ દામોદર કુંડને માનવામાં આવે છે. અહીં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના અસ્થીનું પણ વિસર્જન કરવામાં આવ્યું છે આટલું ધાર્મિક મહત્વ ધરાવનાર દામોદર કુંડમાં આજે ખૂબ જ અસ્વચ્છ પાણી જોવા મળે છે, ત્યારે આગામી દિવસોમાં જૂનાગઢ મનપા તંત્ર દામોદર કુડની પવિત્રતા અને પાણીની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે કમર કસી રહી છે અને દેશના પ્રત્યેક ધાર્મિક ભાવિ ભક્તોને તેમની ધાર્મિક આસ્થાઓ જળવાઈ રહે તે અંગેનું આયોજન કરી રહ્યા હોવાનું આજે ETV ભારતને જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details