- ગંગોત્રી ધામથી નીકળેલી ભારત ભ્રમણ યાત્રા જૂનાગઢના ભવનાથમાં પહોંચી
- ગંગોત્રી ધામથી નીકળેલી યાત્રા બાર જ્યોતિર્લિંગમાં ફરીને વિરામ લેશે
- મહામંડલેશ્વર નર્મદાનંદજી દ્વારા કરાયેલા સંકલ્પ મુજબ ભારત ભ્રમણયાત્રાનું કરાયું આયોજન
- આવતીકાલે ગિરનાર પર્વત પર ગુરુ દત્તાત્રેયના દર્શન કર્યા બાદ યાત્રા સોમનાથ તરફ આગળ વધશે
જૂનાગઢઃ ઉત્તરાખંડના ગંગોત્રી ધામથી પર્યાવરણ બચાવો રાષ્ટ્રભક્તિ અને ગૌમાતાનું સંવર્ધન થાય તેવા હેતુ માટે વર્ષ 2019ની 20મી સપ્ટેમ્બરે ગંગોત્રી ધામથી ભારતભ્રમણ યાત્રા શરૂ થઈ હતી. જે આજે ભવનાથ આવી પહોંચતા યાત્રાનું સ્વાગત કરાયું હતું. યાત્રાને વિરામ પણ આપવામાં આવ્યો હતો. આજે દિવસ દરમિયાન ભવનાથના તીર્થક્ષેત્રોમાં યાત્રા મુકામ કરીને ભવનાથના ધાર્મિક મહત્વ વિશે માહિતી પ્રાપ્ત કરશે અને આવતીકાલે ગુરુ દત્તાત્રેયના દર્શન કરીને યાત્રા સોમનાથ તરફ પ્રયાણ કરશે.
- વિશેષ સંદેશ સાથે આ યાત્રાનું આયોજન
રાષ્ટ્રભક્તિ પર્યાવરણ બચાવો અને ગૌરક્ષાના ઉમદા ઉદ્દેશ સાથે ભારત ભ્રમણે નીકળેલી યાત્રા જૂનાગઢ પહોંચી - Bhanath
રાષ્ટ્રભક્તિ પર્યાવરણ બચાવો અને ગૌમાતાની રક્ષા કાજે ગંગોત્રી ધામથી નીકળેલી ભારત ભ્રમણ યાત્રા આજે જૂનાગઢ પહોંચી છે. ભવનાથમાં યાત્રાનુ સ્વાગત કરાયું હતું. આ યાત્રા આવતીકાલે સોમનાથ તરફ રવાના થશે.
રાષ્ટ્રભક્તિ પર્યાવરણ બચાવવાના સંકલ્પ અને ગૌ સંવર્ધન માટેના વિશેષ સંદેશ સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા દેશના બાર જ્યોતિર્લિંગો ફરીને અંતે વિરામ લેશે સમગ્ર યાત્રા બાર હજાર કિલોમીટરનો લાંબો પગપાળા પ્રવાસ કરી રહી છે. જે મધ્યપ્રદેશમાં આવેલા જ્યોતિર્લિંગમાં આગામી દિવસોમાં પૂર્ણ થશે. આ યાત્રા મહામંડલેશ્વર નર્મદાનંદજી દ્વારા કરવામાં આવેલા સંકલ્પ બાદ શરૂ કરવામાં આવી હતી. જે પ્રકારે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. રાષ્ટ્રભક્તિને લઈને હજુ પણ થોડો કચવાટ જોવા મળી રહ્યો છે. તેમજ ગાય માતાનું જે પ્રકારે કતલ થઇ રહ્યું છે, તેને લઈને આ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ યાત્રાનો મૂળ હેતુ પર્યાવરણ અંગે લોકોમાં જાગૃતિ આવે, રાષ્ટ્રપ્રેમ શું છે અને શા માટે જરૂરી છે તે માટે લોકોને માર્ગદર્શન મળે, તેમ જ ગાય માતા ભારતના સાર્વભૌમત્વ માટે કેટલી અગત્યની છે અને પ્રાચીન સમયમાં ગાયનું શું મહત્વ હતું, તેની માહિતી અને જાણકારી લોકો સુધી પહોંચે તે માટે યાત્રાનું આયોજન કરાયું હતું.