- સમગ્ર વિશ્વમાં આત્મહત્યા નિવારણ દિવસની થઈ રહી છે ઉજવણી
- જૂનાગઢની આશાદીપ ચેરિટેબલ ટ્રસ્ટે શરૂ કર્યું કાઉન્સિલિંગ અભિયાન
- કોરોનાકાળમાં ચિંતાજનક રીતે આત્મહત્યાનું પ્રમાણ વધતું જોવા મળ્યું
જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે જૂનાગઢમાં આવેલી આશાદીપ ચેરીટેબલ કાઉન્સિલ દ્વારા આત્મહત્યાને લઇને લોકોમાં આવતા નકારાત્મક વિચારોને દૂર કરવા માટે કાઉન્સિલિંગ અભિયાનની શરૂઆત કરી હતી.
માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ જીવન કરતા મોતને પસંદ કરે છે
આત્મહત્યા કરતા પૂર્વે કોઈ પણ વ્યક્તિ માનસિક રીતે ખૂબ જ વ્યથિત કે ભાંગી પડેલો જોવા મળતો હોય છે. આવી પરિસ્થિતીમાં માનસિક રીતે અસ્વસ્થ વ્યક્તિ જીવન કરતા મોતને પસંદ કરવા માટે આગળ વધી જાય છે અને મોટા ભાગના કિસ્સામાં માનસિક રીતે ભાગેલી વ્યકિત આત્મહત્યા કરવા સુધીનું ખૂબ જ ગંભીર પગલું પણ ભરી જાય છે. જેની તેમના પરિવાર પર ખૂબ જ વિપરીત અસરો પડતી હોય છે, ત્યારે આજે આંતરરાષ્ટ્રીય આત્મહત્યા નિવારણ દિવસની ઉજવણી નિમિત્તે જૂનાગઢમાં આત્મહત્યા શા માટે ન કરવી જોઈએ તેને લઈને કાઉન્સિલિંગ અભિયાન શરૂ કરાયું છે