જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વ મનાવી રહ્યું છે વિશ્વ હેરિટેજ દિવસ. દર વર્ષે 18 એપ્રિલના રોજ વિશ્વભરમાં હેરિટેજ દિવસ ઉજવવામાં આવે છે. વિશ્વના વિવિધ સ્થળો કે જેણે વિશ્વના વારસોનો દરજ્જો પ્રાપ્ત કર્યો છે તેના વૈશ્વિક મૂલ્યો પ્રસ્થાપિત કર્યા છે તેના સંરક્ષણ અને જાળવણી માટે લોકોમાં જાગૃતિ આવે તેને લઈને હેરિટેજ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિશ્વના લોકો વારસાના સંરક્ષણ અને તેના મહત્વ વિશે જાગૃત થાય અને વિશ્વના વિવિધ દેશોમાં સ્થિત આવા સ્થાપત્યો વિશે માહિતી આપીને લોકોને વારસા તરફ આકર્ષિત થાય તેને લઈને 19 નવેમ્બરથી 25 નવેમ્બર સુધી વિશ્વ હેરિટેજ સપ્તાહ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.
આજે છે વિશ્વ હેરિટેજ દિવસ, મહોબત મકબરાનો માણો વૈભવ વર્ષ 2020ના વર્લ્ડ હેરિટેજ દિવસ ‘વહેંચાયેલ સંસ્કૃતિ’, ‘વહેંચાયેલ વારસો’ અને ‘વહેંચાયેલ જવાબદારી’ની થીમ પર વર્તમાન વિશ્વવ્યાપી આરોગ્ય સંકટ સાથે વૈશ્વિક એકતાની અભિવ્યક્તિ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. જેને આજના દિવસની ખાસ મહત્વપૂર્ણ બાબત ગણાવી શકાય વર્ષ 1982 માં ઇન્ટરનેશનલ કાઉન્સિલ સ્મારકો અને સાઇટ્સ (ICOMOS) એ 18 એપ્રિલે વિશ્વ હેરિટેજ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી જેને વર્ષ 1983 માં યુનેસ્કોની જનરલ એસેમ્બલી દ્વારા સાંસ્કૃતિક વારસો, સ્મારકોના મહત્વ અને તેના સંરક્ષણના મહત્વ વિશે જાગૃતિ લાવવાના હેતુથી મંજૂરી પણ આપવામાં આવી હતીયુનેસ્કોએ વર્લ્ડ હેરિટેજ સાઇટને “પ્રાકૃતિક અથવા માનવસર્જિત ક્ષેત્ર અથવા આંતરરાષ્ટ્રીય મહત્વ અને માળખાની રૂપરેખા તરીકે વ્યાખ્યાયિત કરી છે આ વારસાઓનું સંરક્ષણ અને તેની જાળવણી માટે બે સંસ્થાઓ આંતરરાષ્ટ્રીય સ્મારકો અને સાઇટ્સ કાઉન્સિલ અને વિશ્વ સંરક્ષણ સંઘ દ્વારા આકારણી કરવામાં આવે છે. તે પછી તેને વર્લ્ડ હેરિટેજ કમિટીમાં ભલામણ કરવામાં આવે છે.આ સમિતિ વર્ષમાં એકવાર બેઠક કરે છે અને નિર્ણય કરે છે કે વર્લ્ડ હેરિટેજ સૂચિમાં કોઈપણ નામાંકિત સંપત્તિનો સમાવેશ કરવામાં આવશે કે કેમ. યુનેસ્કોના નેજા હેઠળ વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ કમિટી વન-વિસ્તાર, પર્વતો, તળાવો, રણ, સ્મારકો, ઇમારતો તેમજ શહેરો વગેરે જેવા પસંદ કરેલા વિશેષ સ્થળોની ખાસ દેખરેખ રાખે છે.વર્ષ 1972ની 16 નવેમ્બરના રોજ, યુનેસ્કો જનરલ એસેમ્બલીએ સ્વીડનના સ્ટોકહોમ ખાતે મળી હતી જેમાં માનવ પર્યાવરણ અંગેના સંયુક્ત રાષ્ટ્ર સંમેલન દ્વારા મંજુર કરવામાં આવેલા આંતરરાષ્ટ્રીય સંઘના સંરક્ષણના પ્રકૃતિના 1968 ના ઠરાવ બાદ વિશ્વના કુદરતી અને સાંસ્કૃતિક હેરિટેજ પરના સંમેલનને મંજૂરી આપી. ત્યાર બાદ વર્ષ 1977માં વર્લ્ડ હેરિટેજ કમિટીની બેઠક જૂન મહિનામાં મળી હતી જેમાં પર કેટલાક નીતિ વિષયક નિર્ણર્યો કરવામાં આવ્યાં હતાં. સમગ્ર વિશ્વમાં આવેલા વારસાની દ્રષ્ટિએ વાત કરીએ તો ભારતમાં આવેલા સ્થાપત્ય વારસો વિશ્વના 6ઠા ક્રમે જોવા મળે છે 1983માં પહેલીવાર ભારતના ચાર ઐતિહાસિક સ્થળોને યુનેસ્કો દ્વારા “વર્લ્ડ હેરિટેજ સાઇટ”ની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યાં હતો આ ચાર સ્થળો તાજમહલ, આગ્રા કિલ્લો, અજંતા અને ઈલોરાની ગુફાઓ. આ સિવાય યુનેસ્કોએ ભારતના ઘણા ઐતિહાસિક સ્થળોને વર્લ્ડ હેરિટેજ યાદીમાં શામેલ કર્યા છે જે પૈકી ભારતના કુલ 35 સ્થાપત્યને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવામાં આવ્યા છે જે માંથી 27 વારસાને સાંસ્કૃતિક કક્ષામાં 07 સ્થાપત્યોને પ્રાકૃતિક અને 01 સ્થાપત્યને મિશ્ર કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે ભારતમાં કેટલાક નિન્મ લિખિત સ્થાપત્યો આવેલાં છે જેને યુનેસ્કો દ્વારા પસંદ કરવામાં આવ્યા છે જેની યાદી અમારા દર્શકો માટે અમે મૂકી રહ્યાં છીએ.નાલંદા યુનિવર્સિટી (બિહાર)અજંતા_ઈલોરા ગુફાઓ (મહારાષ્ટ્ર)ખજૂરાહો (મધ્યપ્રદેશ )જંતર-મંતર (દિલ્હી)ઝૂલતાં મિનારા (ગુજરાત)મહોબત મકબરા (ગુજરાત)કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન (આસામ)સુંદરવન નેશનલ પાર્ક (પશ્ચિમ હિમાલય)નંદા દેવી અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્કકોણાર્ક મંદિર (ઓડિશા)તાજ મહાલ (આગ્રા)ચોલા મંદિર (તમિલનાડુ)બોધ ગયા (બિહાર)લાલ કિલ્લો (દિલ્હી)કુંભ મેળો (હરિદ્વાર, ઉજ્જૈન, પ્રયાગ (અલ્હાબાદ) અને નાસિક)ચાર_મિનાર (હૈદરાબાદ)કુતુબ_મિનાર (દિલ્હી) ઉપરોક્ત સ્થાપત્યોને પ્રાકૃતિક અથવા માનવસર્જિત ક્ષેત્ર અથવા માળખા તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. જે પૈકી આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવનાર સ્થાપત્યને સંરક્ષણની આજે ખાસ જરૂર છે. માટે તેને બચાવવા અને તેનું રક્ષણ થાય તે માટેના પ્રયત્નો વિશેની માહિતી દરેક વ્યક્તિઓ સુધી પહોંચે અને આ સ્થાપત્ય કેટલુ સંવેદનશીલ છે અને તેની હાલની સ્થિતિને લઈને દરેક વ્યક્તિઓને માહિતગાર કરવામાં આવી રહ્યાં છે. જે પૈકી આપણા દેશમાં આવેલા કેટલાક સ્થાપત્યો જેને પુનઃ સ્થાપિત કરવામાં આવ્યા છે જે આજે સ્વાયત ભારતનો ઉજળો ઇતિહાસ બની રહ્યાં છે જેની યાદી નીચે મુજબ છે. શ્રી રંગનાથસ્વામી મંદિર (તમિલનાડુ)બાયકુલા ક્રિસ્ટ ચર્ચ (મહારાષ્ટ્ર)રોયલ ઓપેરા હાઉસ (મહારાષ્ટ્ર)બોમનજી હોરમર્જી વાડિયા ફુવારા અને ઘડિયાળ ટાવર (મુંબઇ)ગોહદ કિલ્લાના દરવાજા (એમપી)વેલિંગ્ટન ફુવારા (મુંબઇ)
યુનેસ્કો દ્વારા હજી સુધી જે સ્વીકારાયાંં નથી:
સારનાથ (યુપી)
સુવર્ણ મંદિર (અમૃતસર, પંજાબ)
મિથિલા અથવા મધુબાની પેઇન્ટિંગ્સ (બિહાર)
મોગલ ગાર્ડન (જમ્મુ-કાશ્મીર)
નિયોરા વેલી નેશનલ પાર્ક (દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ)