ગુજરાત

gujarat

ETV Bharat / city

સિંહ સાથે બે-બે હાથ કરતી ગીરની મહિલાઓ સિંહના રેસ્કયૂમાં પણ અગ્રેસર

ગીરમાં ફરજ બજાવતી બાહોશ મહિલાઓ સરળથી લઈને ખૂબ જટિલ રેસ્ક્યૂ કાર્યમાં જોડાઇ રહી છે. જેમાં આ મહિલાઓ ગીરના ડાલામથ્થા સાથે બબ્બે હાથ કરીને જંગલ વિસ્તારમાં સોંપવામાં આવતી દરેક ફરજને નિભાવતી જોવા મળી રહી છે.

By

Published : Aug 4, 2020, 4:51 PM IST

ETV BHARAT
સિંહ સાથે બે-બે હાથ કરતી ગીરની મહિલાઓ સિંહના રેસ્કયૂમાં પણ અગ્રેસર

જૂનાગઢઃ રાજ્યમાં મહિલાઓ પુરુષ સમોવડી બનતી જોવા મળી રહી છે. ગીરમાં ગત 5 વર્ષથી 70 કરતાં વધુ મહિલા કર્મચારી પોતાની ફરજો જવાબદારીપૂર્વ નિભાવી રહી છે. એક માન્યતા મુજબ પુરુષો જ જંગલનું કામ કરી શકે છે, પરંતુ મહિલાઓએ આ કામમાં જંપલાવી માન્યતા તોડી નાખી છે.

સિંહ સાથે બે-બે હાથ કરતી ગીરની મહિલાઓ સિંહના રેસ્કયૂમાં પણ અગ્રેસર

સામાન્ય પરિસ્થિતિમાં જંગલ વિસ્તારમાં કામ કરવું સરળ છે, પરંતુ જો ગીરના ડાલામથ્થા સાથે બબ્બે હાથ કરવાની વાત આવે તો આ કામ કપરું અને ખૂબ જ સંકટ ભર્યું બની જાય છે. આ સાથે જ ગીર વિસ્તારમાં થતા અકસ્માતો અને કેટલાક કિસ્સાઓમાં સિંહોના અપ્રાકૃતિક સ્થળે જઈને તેની રેસ્ક્યૂ કામગીરી ખૂબ મુશ્કેલ હોય છે, ત્યારે આ અતિ-મુશ્કેલ કામોમાં પણ જોડાઇને આ મહિલાઓ ખૂબ સરળ રીતે રેસ્ક્યૂ કરે છે. એટલા માટે જ તો ગત ઘણા વર્ષોથી ગીરમાં ફરજ બજાવતી રસીલા વાઢેર અને રોઝીના ચોટીયારા મહિલા કર્મચારીઓ આ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૈકીના એક માનવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details