જૂનાગઢઃ ચાર તબક્કાના લોકડાઉન બાદ સોમવારથી પ્રથમ ચરણનો અનલોક તબક્કો શરૂ થઇ રહ્યો છે. જેમાં વધુ કેટલીક છૂટછાટો આપવામાં આવી છે. આગામી 8 તારીખથી દેશમાં આવેલા તમામ ધાર્મિક સ્થાનોને શરતી મંજૂરી અને કડક દિશા નિર્દેશો સાથે શરૂ કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દિશા-નિર્દેશો ઘડી રહી છે.
આવતીકાલથી પ્રથમ તબક્કાનો unlock તબક્કો શરૂ થઇ રહ્યો છે જેમાં પ્રથમ ચરણમાં ધાર્મિક સ્થાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે 70 દિવસના ચાર તબક્કાના લોકડાઉન બાદ સોમવારથી પ્રથમ ચરણનો અનલોક તબક્કો શરૂ થઇ રહ્યો છે. આ તબક્કામાં પણ લોકડાઉનની જેમ એકથી વધારે ચરણો હશે તે આપણે ચોક્કસ કહી શકીએ, ત્યારે પાછલા ચાર તબક્કાના લોકડાઉન દરમિયાન 70 કરતાં વધુ દિવસોથી દેશના તમામ ધાર્મિક સ્થાનો બંધ જોવા મળ્યા હતા, ત્યારે હવે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા પ્રથમ ચરણના અનલોક તબક્કામાં ધાર્મિક સ્થાનોને ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી છે.દેશના તમામ ધાર્મિક સ્થાનોને ખોલવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર નવી રણનીતિ બનાવી રહી છે. જે આગામી 7મી તારીખ સુધીમાં જાહેર થવાની શક્યતાઓ છે. આઠમી તારીખે વહેલી સવારથી દેશના તમામ ધાર્મિક સ્થાનો ચોક્કસ દિશા નિર્દેશો અને તકેદારીના પૂરતા પાલન સાથે શરૂ કરવાની રાજ્ય અને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે, ત્યારે છેલ્લા 17 દિવસથી ભક્તને ભગવાન એકબીજાને સન્મુખ થયા નથી, ત્યારે આઠમી તારીખે ભક્ત અને ભગવાન 70 દિવસ બાદ પ્રથમ વખત એક બીજા સમક્ષ સન્મુખ થશે, પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જે દિશા નિર્દેશો જાહેર કરવામાં આવે કોરોનાને લઈને સાવચેતી અને તકેદારી રાખવાની સૂચનો કરવામાં આવે તેને ધ્યાને રાખીને આગામી આઠમી તારીખે દેશના તમામ દેવાલયો અને ધાર્મિક સંસ્થાનો ભક્તો માટે ખુલતા જોવા મળશે.