- આજે સમગ્ર વિશ્વમાં પ્રવાસન દિવસની થઇ રહી છે ઉજવણી
- તમામ દેશો સામાજિક-સાંસ્કૃતિક રાજકીય અને આર્થિક ગતિવિધિ સાથે જોડાય તે માટે શરૂ કરાઇ ઉજવણી
- બે વર્ષથી ઠપ્પ થયેલો સમગ્ર વિશ્વનો પ્રવાસન ઉદ્યોગ હવે ધીમે ધીમે પૂર્વવત બનતો જોવા મળી રહ્યો છે
જૂનાગઢ: આજે સમગ્ર વિશ્વમાં પ્રવાસન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. વર્ષ 1970 ની ૨૭ મી સપ્ટેમ્બરના દિવસે વિશ્વના દેશો સામાજિક સાંસ્કૃતિક રાજકીય અને આર્થિક ગતિવિધિઓ સાથે જોડાય અને એક દેશની સંસ્કૃતિથી લઈને આર્થિક બાબતો બીજા દેશ સાથે જોડાઈ અને એકમેકનો પ્રવાસન ક્ષેત્રના માધ્યમથી વિકાસ થઇ શકે તેવા ઉદેશ્ય સાથે સમગ્ર વિશ્વમાં પ્રવાસન દિવસની ઉજવણી કરવાની શરૂઆત થઇ હતી, ત્યારથી લઈને આજદિન સુધી સપ્ટેમ્બર મહિનાની 27 મી તારીખે વિશ્વ પ્રવાસન દિવસની ઉજવણી થતી આવી છે. કોરોના સંક્રમણને કારણે પાછલા બે વર્ષથી પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસન ગતિવિધિ ઠપ્પ જોવા મળી રહી છે.
બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે ઠપ થયેલો પ્રવાસન ઉદ્યોગ ધીમે ધીમે અસલ રંગમાં જોવા મળશે કોરોના સંક્રમણને કારણે પાછલા બે વર્ષથી પ્રવાસન ગતિવિધિ જોવા મળી રહી છે મંદ
કોરોના સંક્રમણને કારણે પાછલા બે વર્ષથી સમગ્ર વિશ્વની પ્રવાસન ગતિવિધિ સંપૂર્ણપણે ઠપ્પ જોવા મળી રહી છે. હવે જ્યારે ધીમે ધીમે કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાંથી હળવુ થતું જોવા મળી રહ્યું છે. જેના કારણે આગામી સમયમાં ઠપ્પ થયેલો પ્રવાસન ઉદ્યોગ અને પ્રવાસન ગતિવિધિ ધીમે ધીમે વેગવંતી બનતી જોવા મળશે. એક દેશમાંથી બીજા દેશમાં જનારા પ્રવાસીઓની સંખ્યામાં પણ સતત વધારો જોવા મળશે. જેને કારણે પાછલા બે વર્ષથી સમગ્ર વિશ્વના દેશો સામાજિક-સાંસ્કૃતિક રાજકીય અને આર્થિક દ્રષ્ટિએ સંબંધો મંદ જોવા મળતા હતા. જેમાં ઉત્તરોઉત્તર વધારો થશે અને પ્રવાસનના માધ્યમથી એક રાષ્ટ્રની સંસ્કૃતિ અને સામાજિક ગતિવિધિઓની સાથે રોજગારી પૂરું પાડતો પ્રવાસન ઉદ્યોગ વિશ્વના દેશોના અર્થતંત્રમાં પણ પ્રાણ પુરતો જોવા મળશે.
બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે ઠપ થયેલો પ્રવાસન ઉદ્યોગ ધીમે ધીમે અસલ રંગમાં જોવા મળશે દર વર્ષે જૂનાગઢમાં અંદાજિત ૨૦ લાખ કરતાં વધુ પ્રવાસીઓ આવતા હોય છે
જૂનાગઢ શહેર અને જિલ્લાને પર્યટનના કોરિડોર તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. જૂનાગઢમાં વર્ષોથી સાસણ સિંહ દર્શન ખાતે પ્રતિવર્ષ દસ લાખ કરતા વધુ પ્રવાસીઓ જંગલના રાજા સિંહના દર્શન કરવા માટે આવતા હોય છે. બીજી તરફ જૂનાગઢમાં આવેલું એશિયાનું સૌથી જૂનું પ્રાણી સંગ્રહાલય પણ પ્રવાસીઓથી સતત ધમધમતું જોવા મળતું હોય છે. એક અંદાજ મુજબ જૂનાગઢના પ્રાણીસંગ્રહાલયમાં પ્રતિવર્ષ 5 લાખની આસપાસ પ્રવાસીઓ મુલાકાત લેતા હોય છે. તો બીજી તરફ ગિરનારમાં દર વર્ષે યોજાતા શિવરાત્રી અને પરિક્રમાના બે મેળા માણવા માટે 10 લાખ કરતાં વધુ લોકો પ્રતિ વર્ષ જૂનાગઢમાં આવતા હોય છે. ગત વર્ષે શરૂ થયેલો એશિયાનો સૌથી લાંબો ઉડન ખટોલા ગિરનાર રોપ-વે પણ પ્રવાસન ક્ષેત્રમાં પ્રાણ પુરતો જોવા મળી રહ્યો છે. રોપ-વેની મુલાકાતે પણ લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે. જે જૂનાગઢનાં પ્રવાસન ઉદ્યોગ માટે કરોડરજ્જુ સમાન માનવામાં આવી રહ્યો છે.
બે વર્ષથી કોરોના સંક્રમણના કારણે ઠપ થયેલો પ્રવાસન ઉદ્યોગ ધીમે ધીમે અસલ રંગમાં જોવા મળશે