- બ્રહ્મલીન ભારતી બાપુની સમાધિનું પૂજન કરવામાં આવ્યું
- અખાડાઓની ધાર્મિક વિધિ મુજબ પૂજા વિધિ સંપન્ન કરાઈ
- ગિરનાર મંડળના સાધુ-સંતો અને મહંતોને એ આપી હાજરી
જૂનાગઢ: રવિવારના રોજ મહામંડલેશ્વર ભારતીબાપુ બ્રહ્મલીન થયા હતા. ત્યારે અખાડાઓની પરંપરા તેમજ સાધુ સમાજની ધાર્મિક વિધિ મુજબ ત્રીજા દિવસે ભારતી બાપુની સમાધિનું પૂજન કરાયું હતું. આ વિધિને અખાડાની પરંપરાઓ મુજબ ધુળ લોટ વિધિ કહેવામાં આવે છે. જેમાં સમાધિગ્રસ્ત સાધુ-સંતો અને મહંતોની પૂજા કરવામાં આવે છે અને તેમના દ્વારા હાથ ધરાયેલા સત્કર્મોને તેમના અનુયાયીઓ પૂર્ણ કરે તે માટે પ્રાર્થના કરવામાં આવતી હોય છે.
આ પણ વાંચો:મહામંડલેશ્વર ભારતી બાપુ બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાશે